1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2024 (13:27 IST)

દિલ્હીમાં ડબલ મર્ડરનો લાઈવ VIDEO

murder
દિલ્હીના નજફગઢના સૈલૂનમાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસ સૂત્રોએ મોટો દાવો કર્યો છે. પોલીસનુ માનવુ છે કે  ગોગી ગેંગના શૂટર્સે આ ઘટનાને અંજામ આપ્યો છે.  પોલીસે નજફગઢ વિસ્તારમાં આશિષ અને સોનુની ગોળી મારીને હત્યા કરનારા આરોપીઓની ઓળખ કરી લીધી છે. પોલીસ આ કેસમાં આરોપી સંજીવ ઉર્ફે સંજુ અને હર્ષ ઉર્ફે ચિન્ટુને શોધી રહી છે. આ ઘટનાનો જે સીસીટીવી વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે હત્યાને અંજામ આપનાર વ્યક્તિ સંજીવ ઉર્ફે સંજુ છે, તેણે પીળી ટી-શર્ટ પહેરેલી છે અને હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરી રહ્યો છે. બીજો હુમલાખોર હર્ષ ઉર્ફે ચિન્ટુ છે, જે કાળા કપડાં પહેરેલો ગુનેગાર છે.

 
પોલીસને ગેંગવોરનો શક 
ગઈકાલની ઘટના પછી પોલીસે જણાવ્યુ હતુ કે સોનૂ અને આશીષ નામના વ્યક્તિઓને અન્ય ગ્રાહકો અને સૈલૂન કર્મચારીઓ  સામે અનેક ગોળીઓ મારવામા આવી. બંનેની વય લગભગ 30 વર્ષના નિકટ  છે.  આ ઘટનાનું એક કથિત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, જેમાં એક પીડિતા હુમલાખોરો સાથે આજીજી કરતી જોઈ શકાય છે. હુમલાખોરોએ ભારે ગુસ્સામાં તેને માથામાં ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે સોનુને માથામાં એક વખત ગોળી વાગી હતી, જ્યારે આશિષને માથામાં ત્રણ વાર અને છાતીમાં એક વાર વાગી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત દુશ્મનાવટ હોવાની આશંકા છે, પરંતુ ગેંગ વોરની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ બંને હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.