શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (10:03 IST)

માંડવીમાં સગી પુત્રીને આપઘાત માટે મજબુર કરનાર પિતાની ધરપકડ બાદ રિમાન્ડ માટે તજવીજ

માંડવીમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક માસ પછી બહાર આવતા શરમજનક ઘટનામાં સગીર વયની પુત્રીને પોતાનું જીવન સંકેલી લેવા પાછળ પુત્રીના પિતાએ જ અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરી મરવા મજબુર કરાઇ હોવાની ફરિયાદ ખુદ પુત્રીની માતાએ પતિ સામે નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાજ ધરી છે. 20 ઓગસ્ટના દીવાદાંડી પાસે રહેતા સગીર વયની યુવતીએ ઘેર ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. પ્રાથમિક તારણમાં અભ્યાસના કારણોસર ફાંસો ખાઈને મૃત્યુ થવાની ઘટના નોંધાયા બાદ એક માસ પછી નવો વળાંક સામે આવ્યું છે. આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા અંગેનો ગંભીર ગુનો પુત્રીની માતાએ આક્ષેપો સાથે પોતાના પતિ અને મુતકના પિતા સામે નોંધાાવ્યો છે. શરમજનક ઘટનામાં 9 મહિના પહેલા મસ્કત ઓમાનથી પુત્રીને ફોન કરીને આંતરવસ્ત્રો અંગે પૂછીને અશ્લીલ વાતો કરતો હતો. તે ઉપરાંત અનેક નૈતિક સંબંધોની માંગ ફોન દ્વારા કરવામાં આવતી હતી. આ અંગેની વોઇસ ક્લિપ પોલીસ સ્ટેશનમાં માતાએ અપાતા નરાધમ પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એકની એક પુત્રી ગુમાવનાર માતા ગંભીર આક્ષેપ સાથે પોલીસને જણાવ્યું છે કે, તેમની પુત્રી રાત્રિના ભાગે પુત્રી સૂઈ જતી ત્યારે તેમનો નરાધમ પતિ નશામાં પુત્રીની છાતી ઉપર હાથફેરો કરતો રહેતો અને પોતાની બાહોમાં ખેંચીને બળજબરીપૂર્વક શારીરિક અને માનસીક રીતે ટોચર કરતો હોવાથી લાડકવાયી પુત્રીએ જીવ ગુમાવ્યો છે. તેવો આક્ષેપ હતભાગીની માતા પોતાના પતિ સામે કર્યો છે. માંડવી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.સમગ્ર ઘટના અંગે ઇન્ચાર્જ પી આઇ આર. સી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. મસ્કતમાં લોક ડાઉન હોવાથી આઠ માસથી વતન માંડવીમાં આવેલ પિતા પોતાની માસૂમ સગીર વયની પુત્રી સાથે એકલતાનો લાભ લઇને શારીરિક છેડછાડ કરતો હતો. આ બાબતે નાની-મોટી બોલાચાલી થતી હતી. અંતે 20 ઓગસ્ટના પુત્રીએ પિતાની હરકતથી કંટાળીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.