ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:55 IST)

સુરતમાં દારૂ પીવા પૈસા ન અપાતા દીકરાએ જ બાપને ચપ્પુ માર્યુ, પેટના ભાગે 20 ટાંકા આવ્યા

સુરતના પાંડેસરાના રામનગર હાઉસિંગમાં હુમલાખોર એકના એક પુત્રએ અગાઉ પણ પિતાને જાહેરમાં માર્યા હોવાનું અને આપઘાતની કોશિષ કરી હોવાની સાથે ચોરીના કેસમાં જેલવાસ પણ કરી આવ્યો હોવાનું સામે આવ્યું છે. માતા-પિતા અને પત્નીના પરસેવાની કમાણી દારૂ પીવામાં નાખતા પુત્રને તો મારી જ નાખીશ એવી વ્યથા વ્યક્ત કરતા અને મોત સામે ઝઝૂમતા વૃદ્ધને લઈ આખું પરિવાર ચોધાર આંસુએ રડવા મજબુર બન્યું છે.
 
પરિવારની જિંદગી ખરાબ કરી
ભૈયાસાહેબ હોમરાજ બ્રહ્નસે (પીડિત વૃદ્ધ)એ જણાવ્યું હતું કે, એકનો એક પુત્ર છે. વૃદ્ધા અવસ્થાનો સહારો માનતા હતાં.પરંતુ, યમદૂત બનીને મારા જીવનમાં આવ્યો હોય એમ લાગે છે. હું આ ઉંમરે (ઉ.વ. 50 રહે પાંડેસરા રામ નગર હાઉસિંગ) પણ મારી જીવન સાથી પત્ની સાથે છૂટક મજૂરી કરી પૈસા કમાઉ છું, તો ઘર ચાલે છે. એ જ પરસેવાની કમાણી પર બે-બે દીકરીઓને પરણાવી, દીકરાના લગ્ન કરાવી આપ્યા, લગ્ન પછી સુધરી જશે એવું માની લગ્ન કરાવ્યા પણ અમે વહુની જિંદગી બરબાદ કરી નાખી હોય એમ લાગે છે.
 
વહુની કમાણી પણ વાપરી નાખે છે
જે ઘરમાં પુત્રએ કમાઈને વૃદ્ધ માતા-પિતા અને પત્ની બાળકોનું પાલન-પોષણ કરવું જોઈએ. એ જ કળિયુગી પુત્રનું આ પરિવાર ભરણ-પોષણ કરે છે. વહુની કમાણીનો પૈસે પૈસો પુત્ર પ્રવિણ દારૂમાં ઉડાડી દે છે. પછી પણ તરસ ન બુજાઈ તો માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી રૂપિયા લે છે. આવા પુત્ર કરતા તો નિઃસંતાન હોવું સારું, આજે પરિણીત બન્ને દીકરી સુખમાં તો નહીં પણ દુઃખમાં અમારા હાથ બની છે. બસ હૃદયથી એક જ પ્રાર્થના કરીએ છીએ કે, ગરીબ માતા-પિતાની જોલીમાં ભગવાન એક દીકરી આપે જે વૃદ્ધા અવસ્થાનો સહારો બને, આ પહેલીવાર પેટમાં ચપ્પુ નથી માર્યું, અગાઉ પણ મારી ચુક્યો છે, એકવાર જેલમાં જઇ આવ્યો છે. પુત્ર પ્રવિણ આપઘાતનો પ્રયાસ પણ કરી ચુક્યો હોવાનું પિતાએ કહ્યું હતું.
 
20 ટાકા આવ્યા
ગુરુવારે સાંજે દારૂ પીવાના વધુ પૈસા ન આપતા પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. સ્થાનિકોએ દીકરીઓને જાણ કરતા 108માં સિવિલ લઈ આવી હતી. 20 ટાકા આવ્યા ત્યારે જીવ બચ્યો, પણ કાલે આજ કળિયુગી પુત્ર મારો જીવ લઈ શકે છે. દારૂ પીવા પૈસા માગતા પુત્રને મેં એટલું જ કહ્યું હતું કે, પૈસા તો આપું છું,પણ જિંદગી તારા હાથમાં છે, બસ દારૂ પીને આવ્યો ને ફરી પૈસા માગવા લાગ્યો એટલે મેં ના પાડી ઘરમાંથી નીકળી જાય એમ કહ્યું, તો મારા પેટમાં સીધું ચપ્પુ જ ઘુસાડી દીધું, હું એને નવું જીવન આપવા માંગુ છું ને, એ મને મોત, હું એને મારી જ નાખીશ તેમ પિતા ભૈયાસાહેબે જણાવ્યું હતું.