શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 2 નવેમ્બર 2021 (19:08 IST)

Dhanteras 2021- ધનતેરસ : પૂજન અને શુભ મુહુર્ત- ધનતેરસ ની પુજા વિધી

Dhanteras 2021- ધનતેરસ : પૂજન અને શુભ મુહુર્ત
 
કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 2 નવેમ્બર  2021 ના રોજ શુક્રવારે  છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ. 
 
સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો.
सत्यं च येन निरतं रोगं विधूतं,अन्वेषित च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।।
 
ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો. ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો 
ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।
 
ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.
ધનતેરસનુ શુભ મુહુર્ત
 
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 11:31 એ એમ થી 01:48 પી એમ
બપોરે મુહૂર્ત (શુભ) - 03:13 પી એમ થી 04:39 પી એમ
સાંજે મુહૂર્ત (લાભ) - 07:39 પી એમ થી 09:13 પી એમ
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:48 પી એમ થી 03:31 એ એમ, નવેમ્બર 03