રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (17:26 IST)

દિવાળીમાં આ 7 વસ્તુ કોઈને ન આપશો

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના દિવાળી વિશેષ ચેનલમાં આપનુ સ્વાગત છે. મિત્રો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે દિવાળીમાં કઈ સાત વસ્તુ કોઈને ભેટમાં ન આપવી જોઈએ. નહી તો લક્ષ્મી દેવી તમારાથી નારાજ થઈને બીજાને ઘરે જતી રહેશે. 

 
1. સ્ટીલ કે લોખંડનો સામાન દિવાળીના દિવસે કોઈને પણ ભેટ રૂપે પણ આપવા જોઈએ નહી. સ્ટીલની પોલીસ કરેલ વસ્તુઓ પણ કોઈને આપવી જોઈએ નહી.  
 
2. બીજી વસ્તુ છે કે દોસ્તો આપણે દિવાળીમાં ઘણીવાર બીજાને કપડાની ભેટ આપીએ છીએ. પણ કોઈને દિવાળીમાં કપડાની ભેટ આપતી વખતે ધ્યાન રાખો કે તે સિલ્કનુ ન બનીલુ હોય સિલ્કથી બનેલ વસ્તુ બીજાને ભેટ આપવાથી તે બીજા માટે નુકશાનદાયક સાબિત થાય છે. તેથી સિલ્કની વસ્તુ કોઈને ન આપશો 
 
3. ત્રીજી વસ્તુ છે ગણેશ લક્ષ્મીની મૂર્તિ.. મિત્રો દિવાળીના દિવસે આ બે મૂર્તિઓનુ વિશેષ મહત્વ હોય છે. આવામાં જો તમે લક્ષ્મી કે ગણેશની મૂર્તિ કોઈને ભેટ સ્વરૂપે આપશો તો તમારા ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે. તેથી દિવાળીમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ સ્વયં માટે જ લાવો બીજા માટે ન ખરીદશો  
 
4. ચોથી વસ્તુ છે સોનુ અને ચાંદી. દિવાળીના દિવસે ચાંદી કે સોનાની વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે. અને આ વસ્તુ જો તમે દિવાળીમાં અન્ય માટે ભેટ લાવો છો કે અન્યને ભેટ સ્વરૂપે આપો છો તો આ અપશકુન માનવામાં આવે છે.  તેથી સોના ચાંદીથી બનેલી વસ્તુ જોઈને ભેટ સ્વરૂપે ન આપશો  
 
5. 5મી વસ્તુ છે ..તેલ અને લાકડી  દિવાળીના 5 દિવસ પહેલાથી ન તો તમે આ ખરીદશો કે ન તો કોઈને આ ભેટમાં આપશો કે ઉધાર આપશો. જો તમને તેલ કે લાકડીની જરૂર છે તો દિવાળી પહેલા જ ખરીદી રાખી લો. દિવાળીમાં તેલ કે લાકડી આપવી કે ઘરમાં ખરીદીને લાવવી એ સીધે સુધી મહાલક્ષ્મીને નારાજ કરવા જેવુ છે  
 
6. 6 ઠી વસ્તુ છે રૂમાલ.. દોસ્તો રૂમાલને આપણે નાક સાફ કરવા કે પરસેવો લૂછવા માટે વાપરીએ છીએ. તેથી દિવાળીમાં કોઈને રૂમાલ ગિફ્ટ કરવાથી નકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે. તેથી કોઈને પણ દિવાળી પર રૂમાલ ભેટ ન આપશો. 
 
7 દિવાળીના દિવસે કાળો રંગ અશુભ હોય છે. દોસ્તો દિવાળીના દિવસે ન તો તમે કાળા રંગની વસ્તુ કોઈ ખરીદશો કે ન તો કોઈને આ રંગની કોઈપણ વસ્તુ ભેટમાં આપશો.    અને તમારા મિત્રોને પણ બતાવો કે આ રંગની વસ્તુઓ ન ખરીદશો.
 
મિત્રો જો તમે આ 7 વસ્તુઓ ઘરે ખરીદીને કોઈને આપો છો તો મહાલક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે