શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:42 IST)

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ બાદમાં યુવતીના ફોટો વાયરલ કર્યા

ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે અને બળાત્કાર બાદ યુવતીના ફોટો વાઇરલ કર્યાં હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંનેએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સી.ઇ.ઓ. બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
 
 ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનલ(નામ બદલ્યું છે) શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે. આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી.એક મહિના પહેલા અશોક જૈન સોનલના ફ્લેટ નીચે પહોંચ્યા હતા અને સોનલને જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરવાની છે. તેમ જણાવી સોનલને પોતાની કારમાં વાસણા રોડ પર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં પહેલાથી હાજર રાજુ ભટ્ટ સાથે સોનલ અને અશોક જૈનએ મિટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીનને સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવી છે તે અંગે ચર્ચા કરી હતી. દરમિયાન અશોક જૈન રસોડામાં ગયા હતા અને નશાયુક્ત પીણુ લાવીને સોનલને પીવડાવ્યું હતું. ત્યારબાદ અશોક જૈને બે શુદ્ધ થઇ ગયેલી સોનલની શારીરીક છેડછાડ કરી હતી.જોકે, સોનલે બુમરાણ મચાવતા અશોક જૈને તેને ઘરે રવાના કરી દીધી હતી. આ ઘટનાના પાંચ દિવસ બાદ અશોક જૈને સોનલને ફોન કરી સહારની ડીલ કરવાની છે. તેમ જણાવી તાત્કાલિક ઓફિસે બોલાવી હતી. ત્યારે અશોકે જે કંઈ પણ થયું છે તે ભૂલી જા. અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કંઈ પણ ફાયદો થશે તેમાં તને 50 ટકા ભાગ આપીશ અને રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે. તેમાં CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.