શ્રી શ્રી રવિશંકર પર હુમલો નહોતો થયો
આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર પર ત્રીસ મે ના રોજ સાંજે કોઈ હુમલો નહોતો થયો. તેમના શિષ્યની જાંઘને અડીને નીકળેલી ગોળી પણ શ્રી શ્રીને નિશાન બનાવવાના હેતુથી નહોતી ચલાવવામાં આવી. એ ફાયરિંગ રખડતાં કૂતરાઓને ભગાડવા માટે કરવામાં આવ્યુ હતુ. આ નિષ્કર્ષ છે કર્ણાટક પોલીસનુ. પ્રદેશના પોલીસ મહાનિદેશક અજય કુમારે આજે કહ્યુ કે ત્રીસ મે ની સાંજે શ્રી શ્રી રવિશંકરને નિશાન નહોતુ બનાવ્યુ. કોઈપણ વ્યક્તિએ શ્રી શ્રી પર હુમલાના ઈરાદાથી ગોળી નહોતી ચલાવી. તેમણે કહ્યુ વાત એમ છે કે આ ફાયરિંગ શ્રી શ્રીના આશ્રમની પાસે બનેલ ફાર્મ હાઉસના માલિક ડો. મહાદેવ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ડો. મહાદેવ રખડતા કૂતરાઓને ભગાડવા માટે હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટોમાં બતાવવામાં આવ્યુ છે કે પોલીસે ઘટનાસ્થળ પર હવાઈ ફાયર કરીને જોયુ તો ગોળી એ જ સ્થળ પર જઈને પડી, જ્યા શ્રી શ્રી રવિશંકર આશ્રમમાં પ્રવેશ કરી રહ્યા હતા. પોલીસે 32 એસએમની રિવોલ્વરથી જ હવામમં ગોળી ચલાવી. ઘટનાવાળા દિવસે દિવસમાં બે રાઉંડ ફાયર, 32 એમએમની રિવોલ્વરથી જ થયુ હતુ.