નવાબનો નવો ખુલાસોઃ 'કબૂલ હૈ, કબૂલ હૈ...આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે
માનહાનિના કેસમાં બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પહેલા એનસીપી નેતા નવાબ મલિકે વધુ એક બોમ્બ ફોડયો છે. તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે લગાવવામાં આરોપોના વધુ મજબૂતાઈથી સાબિત કરવા માટે ટ્વીટર હેન્ડલ પર વાનખેડેના નિકાહની તસવીર શેર કરી છે. નવાબ માલિકનો દાવો છે કે આ તસવીર એનસીબી અધિકારી વાનખેડેની છે.
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો, તેણે કહ્યું હતું કે, સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેનું પૂરું નામ સમીર દાઉદ વાનખેડે છે, પરંતુ તેણે ખોટી રીતે પોતાનો ધર્મ છુપાવીને અનામતનો લાભ લઇને નોકરી મેળવી છે.
નવાબ મલિકે નિકાહની તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું- 'કબૂલ હૈ, કબૂલ હૈ...આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે?
નવાબ માલિક તરફથી કરવામાં આવેલી તસવીરમાં ટોપી પહેરીને બેઠેલો વ્યક્તિ (નવાબ માલિક મુજબ, સમીર વાનખેડે) કોઈ ડૉક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરતાં નજરે પડી રહ્યા છે. તે નિકાહનામું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.