આંધ્રમાં માઓવાદીઓએ હથિયાર હેઠા મુક્યા
પોલીસ સાથે તાજેતરમાં થયેલ અથડામણમાં સામેલ માઓવાદીઓ સહિત 31 વિદ્રોહીઓએ સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.પોલીસ અધિક્ષક અકુન સબ્બરવાલે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા વિદ્રોહીઓમાં કમાંડર અને ઉપકમાંડર સ્તરનાં માઓવાદીઓ સામેલ છે.માઓવાદીઓનું વિશાખાપટ્ટનમ જિલ્લામાં અને ખાસ કરીને ઓરીસ્સા સાથેની સીમા પર વધુ સક્રિય હતાં. ઉલ્લેખનીય છે કે માઓવાદીઓએ આંધ્ર-ઓરીસ્સાની સીમા નજીકનાં બાલીમેલા જળાશયમાં પોલીસની હોડીને ઉંધી વાળી દેતાં 38 પોલીસકર્મીઓનાં મોત થયાં હતાં.