ગુજરાતના સીએમ રૂપાણી આજે ફોર્મ ભરશે, કેશુભાઈ અને જૈન સંતોના આશિર્વાદ લીઘા
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને અન્ય કાર્યકરોની ઉપસ્થિતીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ પશ્ચિમ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે .વિજય રુપાણી ગઈકાલે કેશુબાપાના આશિર્વાદ લેવા તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા તો આજે તેમણે રાજકોટમાં જૈન મુનીના પણ આશિર્વાદ લીધા છે. વિજય રુપાણીને ટક્કર આપવા માટે કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પણ આજે ફોર્મ ભરવાના છે. રુપાણીએ જૈન મુનીના આશિર્વાદ લીધા તેની સાથે ઓ તેમના પત્ની અંજલી સાથે આજી ડેમ પહોંચ્યા હતા અને અહીં તેમણે નર્મદા નીરની પૂજા અર્ચના પણ કરી.
ભાજપના કાર્યકર્તાઓની પરંપરા રહી છે કે, ભાજપના કોઇ પણ કાર્યકર્તા કોઇ મોટા પદ પર નિમાય તો પક્ષના પીઢ કાર્યકર્તા કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવા અચૂક જાય છે. આ જ પરંપરાને આગળ વધારતા વિજયભાઇ રૂપાણીએ કેશુભાઇના આશીર્વાદ લીધાં હતાં.વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ રણસંગ્રામનું મેદાન બન્યું છે. આજે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતાં પહેલા બન્ને નેતાઓ દેવદર્શને પણ જશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તેમના ઘરે આવેલા શિવમંદિરમાં પૂજા કરીને કિસાનપરા ચોકમાં સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, રુપાણીની પોતાનું ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજકોટમાં વિજય યાત્રા પણ યોજવાના છે, આ યાત્રામાં મોટી સંખ્યામાં રુપાણીના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓની સાથે મોટા નેતાઓ પણ હાજર રહેશે.