રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (13:12 IST)

સુરતમાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર ગંગાજળ આપી વિજય બનાવવા અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદારને રીઝવવા  સુરતના ચોર્યાસી વિધાનસભા અપક્ષના ઉમેદવારે  ગંગાજળ આપી મા ગંગાને યાદ કરી પવિત્ર મનથી મત આપી વિજય બનાવવા અપીલ કરી છે.  ઇલેક્શન દરમિયાન ઉમેદવારો પોતાના મતદારોને મનાવવા માટે સામ, દામ અને દંડનો ઉપયોગ કરતા નજરે પડે છે. ત્યારે સુરતના પાંડેસરા વડોદ ગામ વિસ્તારમાં અજય ચૌધરી લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર દરમિયાન પવિત્ર ગંગાજળ આપી મતદાન અપીલ કરતા નજરે પડ્યા હતા.

લોકોને પવિત્ર ગંગાજળ આપી મા ગંગાની શપથ અપાવવામાં આવી કે, પવિત્ર મનથી અને પવિત્રતાથી મતદાન કરીશું. અને તેમને સારા મતોથી વિજય બનાવશું.સુરતના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે અજય ચૌધરીએ ઉમેદવારી કરી છે. મૂળ બિહારના અને સુરત ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ શહેર મહામંત્રી રહી ચૂક્યા છે.  અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલના ધારાસભ્યને લઈ પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીઓમાં કોઈ પણ રીતે મદદરૂપ થયા નથી. અત્યાર સુધી ભાજપના સમર્થન કરતા હિન્દી ભાષી સમાજના લોકો ગંગાજળ લઈ શપથ લીધી તેમનો પવિત્ર મત આપી બહુમતીથી વિજય બનાવશે.