શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (12:24 IST)

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટ માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગે પૂરો થશે આમ છતાંય ગુજરાત ભાજપ 2017ની વિધાનસભા ચૂંટણી માટે તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં નિષ્ફળ ગયુ છે.  ગુજરાત કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદા કર્યા છે જેમાં પાટીદાર તથા બીજી જાતિઓ માટે અનામતના વાયદાનો પણ સમાવેશ થાય છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાત ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી. ભાજપે 6 ડિસેમ્બરની રાત સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નહતો. અગાઉ પ્રેસને સંબોધન કરતી વખતે ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વિવિધ પ્રકારના મતદાતાઓનો અભિપ્રાય લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા પાછળ ઘણી કવાયત કરી છે. આ અંગે સંપર્ક કરાતા ભાજપના પ્રવક્તાએ પાર્ટીનો પ્લાન જાહેર કરવાની મનાઈ કરી દીધી હતી.