મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (12:56 IST)

જિજ્ઞેશ મેવાણીના ગબ્બરસિંગના ડાયલોગ વાળી ટ્વિટથી ફરીથી વિવાદ જાગ્યો

ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. જિજ્ઞેશ મેવાણી હાલ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે પીએમ મોદી પર પર્સનલ એટેક કર્યો હતો. જો કે તે નિવેદનની ખુબ આલોચના પણ થઈ. હવે જિજ્ઞેશે ફરીથી આવી જ એક ટ્વિટ કરીને ચર્ચા ઊભી કરી છે. આ વખતે જિજ્ઞેશે ફિલ્મી સ્ટાઈલ અપનાવીને શોલે ફિલ્મની સ્ટાઈલથી ટ્વિટ કરી છે. જેમાં ખુબ લોકપ્રિય ગબ્બર ડાઈલોગનો ઉપયોગ કર્યો છે.



જિજ્ઞેશે ટ્વિટ કરીને  લખ્યું છે કે કિતને આદમી થે? સરદાર તીન- જિજ્ઞેશ, હાર્દિક, અલ્પેશ, વો તીન થે ઓર તુમ 3 મુખ્યમંત્રી, એક રાષ્ટ્રીય અધ્યક્ષ, 17 સાંસદ ઓર 25 મંત્રી. ફિર ભી હમ 2 ડિજિટમેં આ ગયે. એક ચેનલને આપેલા ઈન્ટરન્યૂમાં જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી પર વ્યક્તિગત પ્રહારો કર્યા હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 100થી ઓછી બેઠકો આવવા પર જિજ્ઞેશે પીએમ મોદીને રાજકારણમાંથી સન્યાસ લઈ લેવાની સલાહ આપી દીધી હતી. જિજ્ઞેશે પીએમ મોદીના 56 ઈંચની છાતીવાળા નિવેદન ઉપર પણ ટિપ્પણી કરી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હજુ તે પોતાના નિવેદન પર અટલ છે.