બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:40 IST)

ભરુચ પાસે જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો- કન્યા સહિત ચારના મોત

ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 4 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પરવત પાટિયા પાસે રહેતો પરિવાર સૌરાષ્ટ્રના દ્વારકાથી નવવધૂ લઇને પરત ફરી રહ્યો હતો. એ સમયે ભરૂચના નબીપુર બ્રિજને ક્રોસ કરીને સાહેલ હોટલ પાસે રેતી ભરેલી ટ્રક પંક્ચર હાલતમાં ઊભી હતી. ભારે ધૂ મ્મસ હોવાના કારણે બંધ પડેલી ટ્રકને બસ ડ્રાઇવર જોઇ શક્યો ન હતો અને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ડ્રાઇવર સાઇડની બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.