મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (16:10 IST)

ગુજરાતની ચુંટણીમાં રાજકીય ઉમેદવારો સામે દાખલ થયા છે ગંભીર અને ફોજદારી ગુનાઓ - એડીઆરનો રીપોર્ટ

રાજકારણ એ સામાન્ય નાગરિકનું કામ નથી, એ વાત હવે એક સર્વે થી સ્પષ્ટ થાય છે. દેશમાં તમામ પક્ષો અને તેમના ઉમેદવારોની ચોકવાનારી બાબતો અને તથ્યોને બાહર પાડનારી સંસ્થા ADR ( એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી માટેના ઉમેદવારો દ્વારા ભરાયેલા એફિડેવિટનું અવલોકન કરવામાં આવ્યું છે. જે સર્વેમાં ઉમેદવારો પર દાખલ થયેલા ફોજદારી ગુના અંગે ચોક્વનારા તથ્યો સામે આવ્યા છે.
 બીજા તબક્કાની 93 વિધાનસભા મત વિસ્તાર એડીઆર રીપોર્ટ પ્રમાણે :
    12 બેઠકો પરના ઉમેદવારો પર 3 કે તેથી વધુ ફોજદારી ગુનાઓ દાખલ
    822 માંથી 101 (12 %) સામે ક્રિમિનલ કેસ.
    64 એટલે 8 % ઉમેદવારો સામે ગંભીર ગુના ( ખૂન, અપહરણ, મહિલાઓ પર અત્યાચાર ) દાખલ થયા છે.
    ઝાલોદથી કોંગ્રેસના બાબુ કટારા અને નિકોલથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સામે ખુન સંબંધિત ગુનાઓ દાખલ થયા છે.
    હત્યાના પ્રયાસમાં કોંગ્રેસના 3, બીજેપીના 1 અને 3 અપક્ષ ઉમેદવારો સામેલ છે.
    3 ઉમેદવારો સામે અપહરણના કેસો ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ફોજદારી કેસ ધરાવનારા ઉમેદવારોની યાદી : 
     બીજેપીના 86 પૈકી 22,
    કોંગ્રેસના 88 પૈકી 25
    બીએસપીના 74 માંથી 6
    એનસીપીના 27 માંથી 4
    અપક્ષમાંથી 44 પૈકી 23
વિવિધ પક્ષોના ઉમેદવારો સામે દાખલ થયેલા ગંભીર ગુનાઓ :
    બીજેપીના 86 માંથી 13
    કોંગ્રેસના 88 માંથી 18,
    બીએસપીના 74 માંથી 2
     એનસીપીના 27 માંથી 3
    અપક્ષમાં 344 માંથી 14