રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (14:16 IST)

૨૦૧૨ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનું અંતર ૮.૯ર ટકાનું હતુઃ આ વખતે અંતર વધશે કે ઘટશે ?

ર૦૧રમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જયાં ૪૭.૮પ ટકા મતો મળ્યા હતા તો કોંગ્રેસને ૩૮.૯૩ ટકા મત મળ્યા હતા. બંને પક્ષો વચ્ચે ૮.૯ર ટકા મતોનું અંતર રહ્યુ હતુ. જે આપવા કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૧૬પ બેઠકો ઉપર સરસાઇ મેળવી હતી પરંતુ એક વર્ષ પછી જ સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ ૩૩માંથી ર૩ જિલ્લા પંચાયતોમાં સત્તા ઉપર આવી હતી. ગુજરાતમાં કોને સત્તા મળશે એ ૧૮મીએ નક્કી થઇ જશે.

સરકાર બનાવવા માટે ૧૮રમાંથી ૯ર બેઠકોની જરૂર પડે છે. ભાજપ ૧પ૦ બેઠકો જીતવાનો દાવો કરે છે તો કોંગ્રેસ ૧રપ બેઠકો મેળવશુ એવુ છાતી ઠોકીને કહે છે. પાંચ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૧૧૮, કોંગ્રેસને પ૭ અને એનસીપીને ર અને જીપીપીને ર બેઠકો મળી હતી. જેડીયુને એક અને અપક્ષને એક બેઠક પર વિજય મળ્યો છે. બાદમાં પેટા ચૂંટણી અને પક્ષાંતરને કારણે વર્તમાનમાં ભાજપના ૧ર૧ અને કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો છે. કોંગ્રેસમાંથી અલગ થયેલા એક ડઝન ધારાસભ્યોમાંથી મોટાભાગના ભાજપમાં જતા ભાજપની સ્થિતિ મજબુત થવી જોઇતી હતી પરંતુ પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનને કારણે ભાજપમાં અંદરખાને ચિંતા બની ગઇ છે. જે રીતે એક વર્ષ પહેલા ભાજપને પછડાટ મળી હતી એ જોતા ભાજપના કેમ્પમાં ચિંતા જરૂર છે. ગત ચૂંટણીમાં ભાજપે મોટાભાગના જિલ્લાઓમાં મતોની ટકાવારીમાં વૃધ્ધિ મેળવી હતી. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને દ્વારકામાં મતોનું અંતર ૧૪ થી રપ ટકાનું હતુ. રાજકોટ જિલ્લામાં ભાજપ ૯ ટકા અને મહેસાણામાં ૧૩ ટકા મતોથી ભાજપ આગળ હતુ. ભાવનગરમાં ભાજપ ૧૮ ટકા મતોથી આગળ હતુ. જયારે કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહના ગૃહ જિલ્લા આણંદમાં અંતર ૪.પ૯ ટકા હતુ. સૌથી ઓછુ અંતર પાટણ તથા છોટા ઉદેપુરમાં ૦.૧૧ અને પોરબંદર તથા ગીર સોમનાથમાં ૦.પ ટકા રહ્યુ હતુ.