શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2017 (12:05 IST)

સરદારે જેવી રીતે અંગ્રેજોને હાંક્યા એ રીતે ગુજરાતમાંથી ભાજપને ભગાડો - રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી પ્રભૂત્વ ધરાવતા વલસાડ જિલ્લામાં એક કાર્યક્રમમાં આશા વર્કર મહિલાઓને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, ‘જેમ ગાંધીજી અને સરદારે અંગ્રેજોને આ દેશમાંથી બહાર હાંકી કાઢ્યા હતા તેમ ભાજપને ગુજરાતમાંથી બહાર ફેંકી દો રાહુલ ગાંધીને પોતાના ભાષણની શરુઆત ગુજરાતીમાં કેમ છો બોલીને કરી હતી. તેમણે કહ્યું કે આજે ગુજરાતની 6 કરોડ જનતા પાસે મોકો છે કે 22 વર્ષના ભાજપના શાસનનો અંત લાવે. રાહુલે પોતાના ભાષણમાં આગામી ચૂંટણીને મહાભારતનું ઉદાહરણ આપી સત્ય અને અસત્યની લડાઈ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે ‘ગુજરાતનું સત્ય એ નથી કે જે ભાજપ સરકાર પ્રચાર કરી રહી છે. ખરુ સત્ય તો એ છે કે લાખો યુવાનો બેરોજગાર છે. હજારો આદિવાસીઓ ભૂખના કારણે મરણ પામી રહ્યા છે. પાટીદારો અને દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. આરોગ્યની પૂરતી સેવાઓ નથી.’તેમણે કહ્યું કે, ‘મહાભારતમાં દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે ગયા હતા ત્યારે કૃષ્ણે દુર્યોધનને કહ્યું હતું કે પાંડવોને વધુ નહીં તો પાંચ ગામ આપી દો. પરંતુ તેણે કંઈ દેવાની ના પાડી હતી અને યુદ્ધની વાત કરી હતી. આ રીતે આપણી પાસે પણ કંઈ જ નથી સીવાય કે સત્ય. જ્યારે મોદી પાસે સરકારી તંત્ર છે, પોલીસ છે. પરંતુ વિજય અંતે સત્યનો જ થશે.’કોંગ્રેસ અને રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ ફરી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે.