વોટિંગનું મોબાઇલમાં શૂટિંગ કરતાં કોંગ્રસના ઉમેદવાર સાગઠીયા વિવાદમાં
વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયા વિવાદમાં ફસાયા છે, સાગઠિયા મતદાન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ અન્ય એક વ્યક્તિ શૂટિંગ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયાને લઇને વિવાદ સર્જાયો છે, વસરામ સાગઠિયાનો મતદાન કરતી વખતે એક વ્યક્તિ શૂટિંગ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે, નિયમ પ્રમાણે કોઇ વ્યક્તિ મતદાન કરે ત્યારે મોબાઇલથી શૂટિંગ કરવાની મનાઇ હોય છે, એવામાં વસરામ સાગઠિયાના વીડિયોથી વિવાદ સર્જાયો છે, જો કે વીડિયો ઉતારનાર વ્યક્તિ કોણ છે, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.