બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (17:09 IST)

ભાજપે ચૂંટણી ઢંઢેરાના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ રજુ કર્યું, જાણો શું મળ્યું લોકોને

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કા માટે શનિવારે વોટિંગ થવાનું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાટીદાર નેતા હાર્દિક પટેલના સતત હુમલા બાદ હવે વોટિંગના બરાબર એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. નાણાં મંત્રી અરૂણ જેટલી, ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું. આ દરમિયાન અરૂણ જેટલીએ કહ્યું કે, ચૂંટણી પંચના નિયમો મુજબ સ્થાનિક નેતાઓની તસવીર લગાવાઈ નથી.

કાલે ગુજરાતના નેતાઓની તસવીર સાથે બહાર પાડવામાં આવશે. જેટલીએ કહ્યું કે, આંકડા જણાવે છે કે, ગુજરાત છેલ્લા ઘણા સમયથી દેશમાં સૌથી ઝડપી વિકાસ કરનારું રાજ્ય છે, ગુજરાતના બાદ જે બીજા રાજ્યોને નંબર આવે છે, તેમાં ઘણું અંતર છે. અમારી જે પરફોર્મન્સ છે, તે આંકડા બતાવે છે. ગુજરાતમાં સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ દરેક ક્ષેત્રમાં વિકાસ જરૂરી છે.જેટલીએ કહ્યું કે, વિકાસનો એક દ્રષ્ટિકોણ છે. કાલે જ એજન્સી રેટિંગે જે ડેટા રીલીઝ કર્યા, જે દેશમાં મોટા રાજ્ય છે. તેમાં પાંચ વર્ષથી માત્ર એક જ રાજ્ય છે- જેનો ગ્રોથ રેટ એવરેજ 10 ટકા છે. ગુજરાતમાં સામાજિક ધ્રુવીકરણ કરવાથી રાજ્ય માટે નુકસાન થશે, કોંગ્રેસ એ રસ્તે ચાલશે તો ગુજરાતને વધુ નુકસાન થશે.નાણાં મંત્રી કોંગ્રેસે મેનિફેસ્ટો વિશે કહ્યું કે, કોંગ્રેસે જે 50 ટકાથી વધુ અનામતની વાત કરી છે, તે બંધારણીય દ્રષ્ટિએ અશક્ય છે, કોંગ્રેસના કેટલાક વચનો નાણાંકિય દ્રષ્ટિએ પૂરા થઈ શકે તેમ નથી. ગુજરાતની કુલ રેવન્યુ જ 90 હજાર કરોડ છે, પરંતુ કોંગ્રેસના વચનોથી ગુજરાત પર દબાણ જ વધશે.અરુણ જેટલી બોલ્યા કે, કોંગ્રેસનું વિઝન આધાર વિનાનું છે, જે શક્ય બની શકે તેમ નથી. કોંગ્રેસે 2008માં કહ્યું હતું કે, અમે ખેડૂતોનું દેવું માફ કરીશું, કુલ મળીને તે દેવા માફીમાં 1156 કરોડ રૂપિયા જ ગુજરાતને આપ્યા. તાજેતરમાં જ જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત વધી તો કેન્દ્રએ રાજ્યોને પેટ્રોલ-ડિઝલ પર ડ્યૂટી ઓછી કરવા કહ્યું, પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોએ તેમ કરવાની ના પાડી દીધી.નાણાંમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાની એફિડેવિટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જ સ્કીમને આગળ વધારવાની વાત કરી છે. મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં ઘણા લાખ લોકોને લોન મળી છે. ભાજપનું વિઝન ડોક્યુમેન્ટ એ વાત પર છે કે જે અમે છેલ્લા વર્ષમાં અહીં ગ્રોથ કર્યો છે, એ ગતિને કઈ રીતે આગળ વધારશે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, અમે લોકો કોંગ્રેસની જેમ ઠાલા વચનો નથી આપતા. અમે જનતાની જરૂરત મુજબ યોજના બનાવવા પર કામ કરીશું. તેમણે કહ્યું કે, ભાજપના વિઝન ડોક્યુમેન્ટમાં ગુજરાતના દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રનું ધ્યાન રાખવામાં આવ્યું છે.


– 1000 કરોડ રૂપિયાની યવા સ્વાવલંબી યોજના
– ન્યૂ ઈન્ડિયાના આધાર પર ન્યુ ગુજરાત બનાવાશે.
– રાજ્યમાં કૃષિ વિકાસ માટે સિંચાઈ નીતિ લાગુ કરવામાં આવશે.
– કૌશલ વિકાસ દ્વારા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપશે.
– મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મદદ કરશે.
– રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરશે ભાજપ.
– કેન્દ્ર સરકારની જેમ સસ્તી દવાઓના સ્ટોર ખોલશે, મોહલ્લા ક્લિનિકને પ્રોત્સાહન આપશે.
– સ્માર્ટ વિલેજ અંતર્ગત, દરેક ઘરમાં શૌચાલય, કચરાની યોગ્ય વ્યવસ્થા કરાશે.
– સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરાશે, સુરત-વડોદરામાં મેટ્રો લાવવામાં આવશે.
– મોટા શહેરોમાં એસી બસ સર્વિસ આગળ વધારશે.
– આદિવાસી અને ઓબીસી વર્ગ માટે સર્વાંગી વિકાસ કરશે.
– ગુજરાત એક ટૂરિઝમ હબ, પર્યટનને પ્રોત્સાહન આપશે.
– વરિષ્ઠ નાગરિકોને સન્માન આપશે.
– જાતિવાદ, વંશવાદથી મુક્તિ અપાવીશું.