ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2022 (00:15 IST)

ગુજરાતમાં OBC મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની સ્પષ્ટતા, સરકાર બન્યા બાદ નિર્ણય લેવાશે

congress
ભૂતકાળમાં અમારા આદિવાસી, OBC મુખ્યમંત્રી રહ્યા છે- રઘુ શર્મા
 
સીએમની ચર્ચાઓ ભગવાન સાચી કરે એવું દેખાઈ રહ્યું છેઃ જગદીશ ઠાકોર
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું અને બીજા જ દિવસે કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વચ્ચે થયેલી બેઠકમાં OBC મુખ્યમંત્રી અને SC,ST કે લઘુમતિ સમાજમાંથી ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવા ચર્ચા થઈ હતી. ત્યારે આખરે મુખ્યમંત્રીની ચર્ચાને લઈને કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું હતું કે, સરકાર બન્યા બાદ નિર્ણય લેવાશે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આવી ચર્ચાઓ ભગવાન સાચી ઠેરવે એવું દેખાઈ રહ્યું છે. 
 
સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશે
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જવા પામ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીને ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને જાહેર કર્યા છે. ત્યારે આપ દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા છે. કોંગ્રેસના રઘુ શર્માએ કહ્યું છે કે  મુખ્યમંત્રી તરીકે OBC નેતા અને 3 નાયબ મુખ્યમંત્રી હશે. ભૂતકાળમાં અમારા આદિવાસી, ઓબીસી મુખ્યમંત્રી પણ રહ્યા છે. તમામ સમાજને કોંગ્રેસ પર વિશ્વાસ છે અને મુખ્યમંત્રી કોંગ્રેસ નક્કી કરે છે. સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. 
 
આવી ચર્ચાઓ ભગવાન સાચી કરે એવું દેખાઈ રહ્યું છે
વડગામમાં યોજાયેલી જાહેરસભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, મેં ટીવીમાં જોયું કે કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રી એવું શું ખોટું છે એમાં? આ અમારો નાયબ મુખ્યમંત્રી બને એવો નહીં? અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડે છે. એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો કેમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છે.
 
અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બેઠક થઈ હતી
પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે નક્કી કરી લીધું છે. કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે