1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified સોમવાર, 5 ડિસેમ્બર 2022 (10:33 IST)

વડા પ્રધાન મોદીએ મતદાન બાદ કહ્યું, 'ગુજરાતીઓ સાંભળે બધાનું, તે સત્યને જ સ્વીકારે'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન પબ્લિક સૂક્લમાં મતદાન કર્યા બાદ કહ્યું કે 'હું ચૂંટણીપંચે હૃદયથી અભિનંદન કરું છું.'
 
"ગુજરાતના મતદારોનું ખૂબખૂબ આભાર માનું છું. ખૂબ આન,બાન શાનથી લોકશાહીના પર્વમાં ભાગ લીધો. ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી છે. ગુજરાતના લોકો નીર,ક્ષીર વિવેક છે એ સાંભળે બધાનું અને સત્યને જ સ્વીકારે છે. આજે લોકો ભારે સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. ગુજરાતના મતદાતાઓનું હૃદયથી ખૂબખૂબ આભાર માનું છું. ધન્યવાદ."
 
"હું લોકતંત્રના ઉત્સવ માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના નાગરિકોનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન કરું છું. "
 
"હું લોકશાહીના ઉત્સવ માટે દેશના નાગરિકોનું હૃદયથી અભિનંદન કરું છું. હું ચૂંટણીપંચને પણ હૃદયથી અભિનંદન કરું છું કે તેમણે બહુ સરસ રીતે સમગ્ર વિશ્વમાં શાનદાર રીતે ભારતના લોકતંત્રની પ્રતિષ્ઠા વધે એ રીતે ચૂંટણીનું સંચાલન કરવાની એક મહાન પરંપરા વિકસિત કરી છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું."
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયાનું સંચાલન કરવા માટે ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કર્યો.
 
મતદાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પગપાળા ચાલીને લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી હતી.