બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 4 ડિસેમ્બર 2022 (14:04 IST)

Gujarat Election 2022 - બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી કમિશ્નરનો જનતાને સંદેશ

gujarat vidhansabha election
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સહિતની બેઠકો પર મતદાન થશે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠક પર 788 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયાં છે.નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 63.31 ટકા મતદાન થયું છે.
 
એ પણ નોંધવું જોઈએ કે હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે અને આથી મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.
8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનાં છે.
 
મતદાન કરવા અંગે ચૂંટણી કમિશ્નરનો જનતાને સંદેશ
ગુજરાત વિધાનસભા ફેઝ 2 અંગે ચૂંટણી કમિશ્નર પી.ભારતીએ મતદારો માટે એક સંદેશો જાહેર કર્યો છે જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા ખાસ વિનંતી કરી રહી છે. અને ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતે નિયમો બાબતે પણ જાહેરાત કરી છે.
 
બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી કમિશ્નરે મહત્વપૂર્ણ નોંધ જાહેર કરી
 
1. સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો છે સાંજે 6 વાગ્યા સુધી નહીં
2. બૂથમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી
3. મતદાર માહિતી સ્લિપ માત્ર માહિતી માટે જ છે જે ઓળખનો માન્ય પુરાવો નથી
 
વોટર ઇન્ફરમેશન સ્લીપ આધાર નથી- ચૂંટણી કમિશ્નર
ચૂંટણી કમિશ્નર જનતાને વિનંતી કરતાં કહ્યું  'અમે ઘરે ઘરે જઇને બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફરમેશન સ્લીપ્સની વહેંચણી કરી છે. તેમણે જનતાને વિનંતી કરતાં કહ્યું કે વોટર ઇન્ફરમેશન સ્લીપ્સ માત્ર માહિતી માટે છે તેમાં માત્ર પોલિંગ મથકની માત્ર માહિતી છે તે કોઈ આધાર નથી. મતદાન માટે આધાર કે ડ્રાઇવિંગ લાઇસેન્સ જેવા ડોક્યુમેન્ટ જ લઇ જવાના રહેશે.
 
બૂથમાં મોબાઇલ ફોન લઈ જવાની સખ્ત મનાઇ
ECએ આગળ જણાવતાં કહ્યું કે, 'મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ છે. મોબાઇલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણ કે મતદાન મથકની અંદર ફોન લઇ જવાની જ મનાઇ છે.  તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.
 
મતદાનનો સમય 8 થી 5
ચૂંટણી કમિશ્નર જનતાને વિનંતી કરતાં કહ્યું કે 'મતદાનનો સમય 8 થી 5 નો જ છે. અને કેટલાક સ્થળો પર 5 વાગ્યા બાદ પણ મતદારો વોટ આપવા આવે છે.  ડેટા એનાલીસીસના તારણો બાદ જોવા મળ્યું કે ગામડાઓમાં વધુ મતદાન થયું છે અને શહેરોમાં ઓછું મતદાન થયું છે. એટલે શહેરીજનો માટે મારી ખાસ વિનંતી છે કે કામમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા જઈએ અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.