સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2022 (12:36 IST)

Rajkot Seat - રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ વધી, વજુભાઈએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટીકિટ માંગી

vajubhai vada
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ સમીકરણો બદલાઈ ગયાં છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પહેલાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હવે તેમના પીએ તેજસ ભટ્ટ માટે ટીકિટની તેઓ માંગ કરી રહ્યાં છે. આ માટે તેઓ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યાં છે.

બીજી તરફ વિજય રૂપાણીએ યુ ટર્ન મારતાં તેમના બદલે નીતિન ભારદ્વાજને ટીકિટ મળે તેવી રજુઆત કરી છે. તે ઉપરાંત આ બેઠક પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પર ટીકિટની માંગ કરી રહ્યાં છે. નેતાઓનું ભારે લોબિંગ શરૂ થયું છે. રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ,કશ્યપ શુક્લ,એડવોકેટ અનિલ દેસાઇએ પણ આ બેઠક પર દાવેદારી કરી છે. તે ઉપરાંત પાટીદાર સમાજે પણ આ બેઠક પર ચૂંટણી માટે તેમના ઉમેદવારને ટીકિટ આપવા માંગ કરી છે. હવે આ બેઠક પર ભાજપનો હાઈકમાન્ડ કોને ટીકિટ આપે છે તે જોવું રહ્યું