ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2022 (15:29 IST)

યુવરાજસિંહ નહીં લડે ચૂંટણી, AAP એ બદલ્યા દહેગામ બેઠક પર ઉમેદવાર, સુહાગ પંચાલને ઉતાર્યા મેદાને

AAP 12th list
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીની આઠમી યાદીમાં યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે હવે યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓને દહેગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને 7 વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે આ મુદ્દે યુવરાજસિંહે નિવેદન આપતા કહ્યું કે, ‘પાર્ટીનો નિર્ણય સર્વોપરી.’
 
12 મી યાદી યુવરાજસિંહ જાડેજાએ કરી જાહેર 
અંજાર- અર્જુન રબારી
ચાણસ્મા- વિષ્ણુભાઈ પટેલ
દહેગામ- સુહાગ પંચાલ
લીંબડી- મયુર સાકરિયા
ફતેપુરા- ગોવિંદ પરમાર
સયાજીગંજ- શ્વેતલ વ્યાસ
ઝઘડિયા- ઉર્મિલા ભગત