ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા સીટ
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2022 (16:01 IST)

Vidhansabha Seat - રાધનપુર બેઠક પર નવા જુની થાય તેવા એંધાણ, કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવા માંગ

gujarat news
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દાવેદારી માટે બેઠકોનો દોર પણ શરુ થવા લાગ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠકો વર્ષોથી કોગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને હાલ પણ આ બેઠક પર કોગ્રેસના ફાળે રહી છે. ત્યારે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ કોગ્રેસમાં છૂપો જૂથવાદ સામે આવવા લાગ્યો છે.  હવે ચૂંટણીમાં દાવેદારીને લઈ સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોગ્રેસના અગેવાનો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ટિકિટ મેળવવા માટે જ્ઞાતિ પ્રમાણે બેઠકોનો દોર ધમ ધમતો થયો છે. ત્યારે પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક વર્ષોથી કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને આ બેઠક પર ઠાકોર, આહીર, મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહ્યું છે જેને પરિણામે રાધનપુર વિધાનસભા બેઠક કોગ્રેસના ફાળે રહી છે. ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાધનપુર બેઠક પર કોગ્રેસ સામે કોગ્રેસના અગેવાનોનો છૂપો રોષ સામે આવ્યો છે અને અગામી ચૂંટણીમાં રાધનપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોગ્રેસના અગેવાનોની બેઠક રાધનપુર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઠાકોર, આહીર, રબારી સમાજના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર બેઠક પર કોગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉચારવામાં આવી હતી. આ બેઠકમાં આહીર સમાજના અગ્રણી ભચાભાઈ આહીરે જણાવ્યું કે રાધનપુરમાં કોંગ્રેસને જીતાડવા અમારી અહમ ફાળો છે તો આ સમયે સ્થાનિક ઉમ્મેદવારને પાર્ટી ટિકિટ આપે એવી અમારી માંગ છે. કોગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીમાં જે ઉમેદવાર મૂકે તેને ટેકો આપવની પણ તૈયારી પણ કોગ્રેસના અગેવાનો એ દર્શાવી હતી. પણ એક વાત ચોક્કસ છે કે, જયારે ચૂંટણી આવતી હોય ત્યારે પાર્ટીમાં દરેક જગ્યાએ ટિકિટો લેવા માટે લાઈનો લાગી જતી હોય છે જયારે રાધનપુર વિધાનસભામાં પણ કોંગ્રેસ માટે એવું જ કઈ સામે આવી રહ્યું છે.