Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇડર

પારૂલ ચૌધરી
PRP.R

ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે. તેમનો ઇતિહાસ કહેવો તો ઘણો અઘરો છે પરંતુ હા થોડી ઘણી જે યાદો યાદ છે તે હું તમારી સામે રજુ કરૂ છું.

ઇડરનો ઇતિહાસ -
ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે. આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે. આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે. એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદર મંદિર પણ આવેલ છે. જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.
PRP.R

આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે. તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

Show comments