રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:21 IST)

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા અને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા

kejrival at vadodara
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની ચહેલ-પહેલ વધી ગઈ છે. રાજકીય પક્ષોના ટોચના નેતાઓના ઉપરા-છાપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યાં છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરા એરપોર્ટ પર કેજરીવાલને બદલે મોદી-મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કેજરીવાલ એરપોર્ટની બહાર આવ્યા ત્યારે શ્રીશ્રી રવિંશંકરને રિસિવ કરવા આવેલા સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસ અંગે ગોપાલ ઈટાલીયાએ વીડિયોના માધ્યમથી જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સીએમ કેજરીવાલ 20 સપ્ટેમ્બરને મંગળવારના રોજ વડોદરાની મુલાકાતે આવશે. તેઓ વાઘોડિયા વિસ્તારમાં આવેલા ટાઉનહોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ તકે તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. આ ઉપરાંત તેઓ પત્રકારો સાથે પણ વાતચીત કરશે.