રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (16:00 IST)

ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1,19,988 ઉમેદવારો મેદાને

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં રાજકીય આિધપત્ય જમાવવા કશ્મકશ જામી છે. પંચાયતોની ચૂંટણીને પગલે ભરશિયાળે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સરપંચ અને પંચાયતના સભ્ય બનવા માટે ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તા.19મી ડિસેમ્બરે પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે.

ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1167 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1167 સરપંચ અને 9669 સભ્યોને બિનહરીફ થયા છે.  આ ઉપરાંત 6446 પંચાયત અંશત બિનહરીફ જાહેર કરવામાં આવી છે. 451 સરપંચ અને 26254 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા બાદ હવે ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. રાજ્યમાં હવે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઇ રહી છે. સરપંચપદ માટે કુલ મળીને 8560 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 53507 બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે.

પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને રિઝવવા ઉમેદવારોએ ધમપછાડા સરૂ કર્યા છે. ભરશિયાળે રાત્રી બેઠકોનો દોર જામ્યો છે. રૂા.30 હજારની મર્યાદા હોવા છતાંય સરપંચ અને સભ્ય બનવા ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચા, નાસ્તા અને જમણવાર શરૂ થયા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,82,15,013 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણીપંચે આખાય રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. આમ, પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.