શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)

શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-

શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા

માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
 
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
 
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
 
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
 
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
 
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
 
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
 
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
 
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
 
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
 
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
 
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
 
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
 
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
 
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
 
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
 
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
 
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
 
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
 
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
 
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
 
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
 
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
 
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
 
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
 
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩