શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

હેર કેર : ઉનાળામાં વાળને કેવી રીતે સાચવશો

લાંબા અને ભરાવદાર વાળ કોઇપણ યુવતીની ચાહત હોય છે. સાથે જ તને ખુલ્લા રાખવામાં આવે તો યુવતીની સુંદરતામાં ચાર-ચાંદ લાગી જાય. પણ વાળને હંમેશા ખુલ્લા રાખવા અને તે પણ ગરમીમાં, બિલકુલ સંભવ નથી. માટે સારું એ જ રહેશે કે તમે તેને બાંધીને રાખો. રબર બેન્ડથી કે કોઇ બકલથી તેને બાંધીને રાખશો તો વગર કોઇ કારણે તે તૂટતા અટકી જશે. જાણીએ, શા માટે વાળ બાંધીને રાખવા જોઇએ...

વાળને શા માટે બાંધવા જોઇએ? -

1. રાતે વાળ તૂટવા - રાતે ઊંઘતી વખતે વાળ ગુંચાઇ જાય છે અને સવારે તેને ઓળતી વખતે તે તૂટી જાય છે. જ્યારે પણ રાતે ઊંઘવા જાઓ તે પહેલા વાળને બાંધીને ઊંઘો નહીં તો તે ખરવા લાગશે.

2. સ્કાર્ફ બાંધો- રાતે ઊંઘતા પહેલા વાળમાં સ્કાર્ફ બાંધવાથી પણ વાળ સ્વસ્થ રહેશે. જે લોકોના વાળ લાંબા છે તેમણે વાળમાં અચૂક સ્કાર્ફ બાંધવો જોઇએ. રાતે ઊંઘતી વખતે માલુમ નથી પડતું કે તમારા બેડ પર તે ક્યાંથી ક્યાં સુધી જશે અને તે કેટલા તૂટશે, માટે યોગ્ય એ જ રહેશે કે તમે તેને સારી રીતે બાંધીને રાખો.

3. વાળની ડ્રાયનેસ - રાતનો સમય તમારા વાળને ડ્રાય અને નબળા બનાવી દે છે. આવું એટલા માટે કારણ કે તમારા માથાની નીચે મૂકવામાં આવતો તકિયો વાળમાંથી ભેજ અને તેલ શોષી લે છે. માટે જ્યારે તમે વાળ ઓળશો ત્યારે તે નબળા થઇ તૂટવા લાગશે. આમ ન થાય તેટલા માટે વાળને બાંધો અને સ્કાર્ફ પહેરો.

4. રબર બેન્ડ બાંધો - ગરમીમાં વાળને બાંધવા જરૂરી છે. જ્યારે પણ વાળ બાંધો ત્યારે ટાઇટ બેન્ડ ન બાંધશો. આનાથી વાળ તૂટીને બેન્ડમાં ગુંચાઇ જશે. માટે હંમેશા સિલ્ક કે સાટિનનું બેન્ડ પસંદ કરો જે ખોલતી વખતે આરામથી વાળમાંથી નીકળી જાય.

5. હેર સ્ટાઇલ - એવી હેર સ્ટાઇલ પસંદ કરો જે કરતી વખતે તમારા વાળ તૂટે નહીં. જેમ કે સાદી પોની ટેલ રાખો જે વાળને તૂટતા બચાવશે. હાઈ પોની ટેલ ગરમીમાં યોગ્ય રહેશે કારણ કે તે તમારા શરીરમાં ચોંટીને વાળ તોડશે નહીં.