ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2020 (14:01 IST)

આજે લગ્ન માટે 50 ટકા દાગીનાની ખરીદી થશે, ધનતેરસ સુધી 100 કરોડથી વધુના વેચાણની આશા

શનિવારે અને રવિવારે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે. જો આ બે દિવસ ખરીદી અને નવા કામનો આરંભ કરવા માટે ખૂબ શુભ રહેશે. 59 વર્ષ પછી લક્ષ્મી નારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. એટલા માટે પુષ્ય નક્ષત્રમાં ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપશે. શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર શનિવારે અને રવિવારે પુષ્ય નક્ષત્રથી આ શનિ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્ર કહેવાશે. 
 
પુષ્ય નક્ષત્ર માટે શહેરનું સોની બજાર તૈયાર છે. આ વખતે ખરીદી કરવાનો શુભ સંયોગ બે દિવસ છે અને આ બે દિવસ વીક એન્ડ છે. દિવાળીના ગણતરીના 7 દિવસ બાકી છે. તે પહેલાં દિવાળીની ખરીદી પુષ્ય નક્ષત્રથી જ શરૂ થઇ જાય છે જે દિવાળી સુધી ચાલે છે. દિવાળી પછી તાત્કાલિક લગ્નની સીઝન છે. તેનાથી પુષ્ય નક્ષત્રથી ધનતેરસ સુધી જ્વેલરી સેક્ટરમાં 100 કરોડથી વધુના વેચાણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 
 
 
ગત એક અઠવાડિયાથી બજારમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. આ વખતે દશેરા પર પણ સંપત્તિ, વાહન અને સોના-ચાંદી અને ઘરેણાંની મોટાપાયે ખરીદી થઇ છે. સામાન્ય રીતે પુષ્ય નક્ષત્રમાં લગ્નસરાની 50 ટકા ખરીદી થઇ જાય છે. શહેરમાં 2500થી વધુ જ્વેલર્સ અને 300થી વધુ જેમ એન્ડ જ્વેલરી સેક્ટર ના મોટા મેન્યુફેક્કહ્ર છે. કોરોનાના કારણે 6 મહિના સુધી વેપાર ઠપ્પ રહ્યો હતો. 
 
જન્માષ્ટમી, ગણેશ ચર્તુર્થી, રક્ષાબંધન અને નવરાત્રિ સહિતના તહેવારોમાં કોઇ ખાસ ખરીદી થઇ નથી. દિવાળીના કારણે શહેરના ટેક્સટાઇલ-ડાયમંડ સહિત અન્ય બિઝનેસમાં તેજી જોવા મળી રહી છે. જેના લીધે સોનાના બિઝનેસમાં સારા ધંધાની આશા છે. 
 
જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કોરોનાની ઓછી અસર છે. પુષ્ય નક્ષૅત્રના દિવસે લગ્નની ખરીદી મોટાપાયે થઇ રહી છે. એક અનુમાન અનુસાર 50 ટકા ખરીદી થવાનું અનુમાન છે. બાકી ખરીદી ધનતેરસ પર થશે. 
 
આ વખતે લગ્નની ખરીદીના લીધે મોટા સેટ સાથે મીડિયમ જ્વેલરી ડિમાંડ છે. ઉલ્લેખનીય છે કે ધનતેરસ સુધી શહેરોમાં 100 કરોડથી વધુના વેચાણની આશા જોવા મળી રહી છે.