મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2023 (13:19 IST)

Auto Expo 2023: ઓટો એક્સપોમાં એમજીએ લૉન્ચ કરી નવી હેક્ટર, જાણો શુ છે કિમંત અને કેવા છે ફીચર્સ

auto expo
2023 Auto Expo Live Day 1 New Car, Bikes, Vehicles Unveils:  ઓટો એક્સપો 2023ની શરૂઆત આજે એટલે કે 11 જાન્યુઆરીથી થઈ ગઈ છે, પણ સામાન્ય જનતા માટે 13 જાન્યુઆરીથી ખુલશે. આ એક્સપોમાં અનેક કંપનીઓ તરફથી પોતાના વાહનો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. 
 
ઓટો એક્સપો 2023માં બ્રિટિશ કાર કંપની એમજી મોટર્સની તરફથી હેક્ટર 2023ને સત્તાવાર રૂપે લૉન્ચ કરવામાં આવી. સાથે જ કંપનીએ એસયૂવીના વૈરિએંટ અને કિમંતોની જાહેરાત પણ કરી દીધી છે. અમે આ સમાચારમાં તમને બતાવી રહ્યા છે કે કંપનીએ એસયૂવીને કંઈ કિમંત પર ભારતીય બજારમાં લૉન્ચ કરી છે. 
કેવી છે હેક્ટર 
એમજી તરફથી ઑટો એક્સપો દરમિયાન નવી હેક્ટર 2023ને લૉન્ચ કરવામાં આવી. કંપનીએ નવી એસયૂવીને પાંચ, છ અને સાત સીટોના વિકલ્પ સાથે બજારમાં ઉતારી છે. એસયૂવીને કુલ પાંચ વૈરિએંટ્સમાં લૉન્ચ કરવામાં આવી છે. જેમા સ્ટાઈલ, સ્માર્ટ પ્રો, શૉર્પ પ્રો અને સૈવી પ્રો નો સમાવેશ છે. 
   
કેવા છે ફીચર્સ 
 
એસયૂવીમાં કંપનીએ 14 ઈંચ એચડી પ્રોટેટ ઈફોટેનમેંટ સિસ્ટમ આપ્યુ છે. જે પોતાના સેગમેંટ સાથે જ અત્યાર સુધી સૌથી મોટા ઈંફોટેનમેંટ સિસ્ટમ છે. આ ઉપરાંત કંપનીએ નવી હેક્ટર 2023માં ડિઝિટલ બ્લ્યુટૂથની સાથે શેયરિંગ ફંક્શન પણ આપવામાં આવ્યા છે. એસયૂવીમાં ઑટો ટર્ન ઈંડીકેટર્સ જેવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સા સાથે જ આવેલ સ્માર્ટ ટેકનીક સાથે 75 કનેક્ટિડ ફીચર્સને પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.  
 
કેવી છે સેફ્ટી 
 
એમજી હેક્ટર 2023માં સેફ્ટીનુ પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કંપનીએ અનેક નવા હેક્ટરમાં લેવલ-2નુ ADAS  આપ્યુ છે. જેમા 11 ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. જેનાથી એસયૂવી ચલાવતી વખતે સુરક્ષાના સાથે જ કમ્ફર્ટ મળે. આ સાથે જ એસયૂવીમાં છ એયરબેગ્સ, 360 ડિગ્રી કૈમરા, ઈએસપી, ટીસીસ એચએસી, ફોર વ્હીલ ડિસ્ક બ્રેક, થ્રી પોઈંટ સીટ બેલ્ટ, ઈપીબી અને ફ્રંટ પાર્કિગ સેંસર પણ ઓફર કરવામાં આવી છે. 

 
શુ છે કિમંત 
 
નવી હેક્ટર 2023ની એક્સ શોરૂમની કિમંતની શરૂઆત 14.72 લાખ રૂપિયાથી થાય છે. તેના ટૉપ વેરિએંટની એક્સ શો રૂમની કિમંત 22.42 લાખ રૂપિયા છે.