બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ન્યૂયોર્ક. , મંગળવાર, 21 માર્ચ 2017 (11:08 IST)

Forbes list: સૌથી શ્રીમંત છે બિલ ગેટ્સ, મુકેશ અંબાણી 33માં નંબર પર

માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર બિલ ગેટ્સ ફરીથી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની લિસ્ટમાં તેઓ ટોપ પર સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. ગેટ્સની સંપત્તિ  86 અરબ ડોલર આંકવામાં આવી છે. આ રીતે સતત ચોથા વર્ષે દુનિયાના સૌથી શ્રીમંત લોકોની લિસ્ટમાં ટોચ પર કાયમ છે. તેમના પછી બીજા પગથિયે બર્કશાયર હૈથવેના ચીફ વારેન બફેટ છે. જેમની સંપત્તિ 75.6 અરબ ડોલર છે. બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ લિસ્ટમાં 220 પગથિયેથી ઉતરીને 544મ6 નબર પર આવી ગયા છે. તેમની સંપત્તિ 3.5 અરબ ડોલર બતવાય રહી છે. 
 
યાદીમાં 101 ભારતીયનો પણ સમાવેશ 
 
માહિતી મુજબ ફોર્બ્સની લિસ્ટમાં ત્રીજા નંબર પર અમેજનના ફાઉંડર જેફ બેજોસ આવ્યા છે. ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ 5માં અને ઓરેકલના કો-ફાઉંડર લૈરી એલિસન 7માં સ્થાન પર છે. આ યાદીમાં 101 ભારતીયોને પણ સ્થાન મળ્યુ છે. જો કે ટોચના 10માં કોઈ ભારતીય નથી. ભારતીયોમાં સૌથી આગળ છે રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાની. તેમને 33મું સ્થાન પ્રાપ્ત થયુ છે. અંબાની વેલ્થ 23.2 અરબ ડોલર આંકવામાં આવી છે.  ગયા વર્ષે તો 36માં નંબર પર હતા.  લક્ષ્મી મિત્તલ 16.4 અરબ ડોલર સાથે 56માં સ્થન પર છે. 
 
અરબપતિઓની સંખ્યા વધી 
 
આ યાદી મુજબ દુનિયામાં અરબપતિઓની સંખ્યા 13 ટકા વધી છે. ફોર્બ્સનુ કહેવુ છે કે દુનિયામાં અરબપતિઓની સંખ્યા ગયા વર્ષના મુકાબલે 2043 થઈ ગઈ છે. મેગેઝીન 31 વર્ષોથી આ યાદી પ્રકાશિત કરી રહી છે. અમેરિકામાં સોથી વધુ અરબપતિ છે. ચીનમાં 319 અરબપતિઓની સાથે બીજા સ્થાન પર છે.  જ્યારે કે જર્મની 114 અરબપતિઓની સાથે ત્રીજા નંબર પર આવ્યુ છે.