શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (11:53 IST)

ભારતમાં ક્રિપ્ટોકરેંસી પર PM લેશે અંતિમ નિર્ણય, સંસદમાં રજુ થશે ક્રિપ્ટો બિલ

Cryptocurrency Rules India: નીતિ નિર્માતાઓ અને એક્સપર્ટના જુદા જુદા વિચારો વચ્ચે ક્રિપ્ટોકરેન્સી (Cryptocurrency)ના નિયમો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અંતિમ નિર્ણય લેશે.  ભારતીય રિઝર્વ બેંક (RBI)અને એક્સપર્ટ સહિત વિવિધ વિચારો પર વિચાર કરવા માટે આ મામલે ટોચ સરકારી અધિકારીઓની એક બેઠક થઈ હતી.  નિયમો પર અંતિમ નિર્ણય લેતા પહેલા શુક્રવારે પણ ચર્ચા ચાલુ રહેવાની શક્યતા છે. 
 
ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ઉપલબ્ધ વિકલ્પોમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી (private cryptocurrencies)પર પૂર્ણ પ્રતિબંધ, આંશિક પ્રતિબંધ, ડિજિટલ સિક્કા પર આધારિત તમામ પ્રકારના ઉત્પાદનો પર વ્યાપક નિયમો સામેલ છે. 
 
શીતકાલીન સત્ર રજુ થશે ક્રિપ્ટો બિલ 
 
ઉલ્લેખનીય છે કે સરકાર સંસદના ચાલી રહેલા શીતકાલીન સત્ર દરમિયાન ચર્ચા અને સમાશોધન માટે ક્રિપ્ટોકરેંસી એંડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરેન્સી બિલ 2021  (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021) રજુ કરશે.  નાણા મંત્રાલય દ્વારા સૂચિત કાયદા પર એક ડ્રાફ્ટ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો છે, જો કે, સરકારના કેટલાક લોકો માને છે કે ક્રિપ્ટો બિલના કેટલાક પાસાઓ અને વિસ્તારને વધુ ચર્ચા કરવાની જરૂર છે.
 
ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ચર્ચાના આધારે ડ્રાફ્ટ બિલમાં ફેરફાર કરવામાં આવી શકે છે જેમાં તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવશે. અગાઉના બજેટ સત્રમાં ક્રિપ્ટો બિલ પણ લિસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારે વધુ ફેરફારો કરવાનું નક્કી કર્યું હોવાથી તે હાથ ધરી શકાયું ન હતું. આમાં રિઝર્વ બેંક દ્વારા રજુ કરવામાં આવનાર અધિકૃત ડિજિટલ ચલણના નિર્માણ માટેના માળખા માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
 
આવકવેરા કાયદામાં થઈ શકે છે સંશોધન 
 
પહેલા એવુ બતાવાયુ હતુ કે સરકાર ભારતીય રોકાણકારો દ્વારા એક વખતના પ્રતિબંધને બદલે સ્થાનિક અને વૈશ્વિક પ્લેટફોર્મ પર ડિઝિટલ સિક્કામાં રોકાણ લાવવાની યોજના બનાવી રહી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આગામી બજેટ સત્ર દરમિયાન ક્રિપ્ટોને તેના કાર્યક્ષેત્રમાં લાવવા માટે આવકવેરા કાયદામાં સુધારો કરવામાં આવશે.
 
પહેલાની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર ચીન દ્વારા લગાવેલ પ્રતિબંધને બદલે ભારતમાં અને ભારત બહાર ક્રિપ્ટોકરેન્સી આવક અને રોકાણ કર લગાવવા માંગે છે.