ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (11:45 IST)

#ResignModi ને ફેસબુકે કર્યુ બ્લોક, વિવાદ થયો તો રિસ્ટોર કરીને આપી સફાઈ - ભૂલથી થઈ ગયુ, સરકારે નહોતુ કહ્યુ

modi hetal
દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે બેડથી લઈને ઓક્સીજન સુધીની પરેશાની થઈ રહી છે. આવામાં સોશિયલ મીડિયા પર લોકો કેંદ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીની આલોચના કરી રહ્યા છે. જુદા જુદા હૈશટેગ સાથે લોકો સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. આ સંદર્ભમાં ફેસબુક પર પીએમ મોદીના રાજીનામાની માંગવાળુ એક એક હૈશટૈગ ટ્રેંડ થયુ -  #ResignModi, પરંતુ પછી ફેસબુકે તેને થોડા સમય માટે બ્લોક કરી દીધુ. આ હૈશટૈગને બ્લોક કરવા મામલાએ જેવો હંગામો ઉભો કર્યો અને યુઝરે ફરિયાદ કરી તો ફેસબુકે પોતાની ભૂલ માની અને પછી ફરી તેને અનબ્લોક કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ફેસબુકે એ સમય વિવાદોમાં આવી ગયુ જ્યારે તેણે હૈશટૈગ #ResignModi ને હંગામી રૂપે બ્લોક કરી દીધુ.  જો કે થોડા કલાક પછી ફેસબુકે પોતાની ભૂલ માનીને તેને મુક્ત કર્યુ. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યુ, અમે ભૂલથી આ હૈશટેગને અસ્થાયી રૂપથી બ્લોક કરી દીધુ હતુ. અમે ભારતની સરકારને આવુ કરવા નહોયુ કહ્યુ. હવે તેને રિસ્ટોર કરી દીધુ છે. 
 
કોરોના સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ હૈશટૈગને ચલાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ હૈશટૈગને બ્લોક કરી દેવામાં આવ્યુ અને લોકોએ જ્યારે હૈશટૈગ #ResignModi સર્ચ કર્યુ તો તેને મેસેજ જોવા મળ્યો - આ પોસ્ટ્સ અસ્થાયી રૂપથી છુપાવ્યા છે કારણ કે તેનાથી કેટલાક કંટેટ અમારા કમ્યુનિટી સ્ટૈડર્ડસ વિરુદ્ધ છે. 
 
ત્યારબાદ ઘણા ફેસબુક યુઝર્સે ટ્વિટર પર હેશટેગ બ્લોકને લઈને ફરિયાદ કરી. એટલું જ નહીં, કેટલાક લોકોએ તેને લોકશાહી પર ખતરો પણ બતાવ્યો અને  કહ્યુ કે  શું કોઈને લાગે છે કે લોકશાહીમાં આવું થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે જ ફેસબુકે તેને કેટલાક કલાકો માટે બ્લોક કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે  મંગળવારે ટ્વિટર પર વડા પ્રધાનને લઈને નકારાત્મક ટ્રેંડ જોવા મળ્યુ હતુ. લગભગ પાંચ કલાક સુધી, હેશટેગ ફેલ્ડમોદી ટ્વિટર પર ટોપ ટ્રેડમાં હતુ.