રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (12:12 IST)

એક દેશ-એક ભાવની તૈયારી - પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરશે મંત્રીમંડળ, 17 તારીખે લખનૌમાં બેઠક

પેટ્રોલિયમ પદાર્થોના ઝડપથી વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર

પેટ્રોલિયમ પદાર્થોના ઝડપથી વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર છે. પેટ્રોલ, ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) જેવા પેટ્રોલિયમ પદાર્થ જીએસટીના દાયરામાં લાવી શકાય છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળા જીએસટી મંત્રી સમૂહ આ અઠવાડિયે શુક્રવારે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ-એક ભાવના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ દિવસે જીએસટી કાઉંસિલની 45મી બેઠક પણ છે. 
 
કોરોના મહામારી બાદ કાઉન્સિલની આ પ્રથમ ફિઝિકલ બેઠક છે. મંત્રી સમૂહે કેરલ હાઈકોર્ટના આગ્રહ પછી આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ મંત્રી સમૂહમાં સહમતિ બને છે તો આ પ્રસ્તાવને જીએસટી કાઉંસિંલને સોંપવામાં આવશે. પછી રે કાઉન્સિલ નક્કી કરશે કે દરખાસ્ત પર ક્યારે વિચાર કરવામાં આવે. 
 
જીએસટી પછી સેસ શક્ય, પણ ફાયદો જ થશે 
 
જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે તો સેસ લાગવો નક્કી છે. જો કે તેમ છતા પણ પ્રભાવી દર  વર્તમાન ટેક્સ કરતા ઓછો રહેવાનુ અનુમાન છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવી શરૂ થશે.