ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (22:25 IST)

GST કાઉંસિલની 45 મી બેઠકના નિર્ણય - સ્વિગી-જોમેટો જેવા એપ દ્વારા ફુડ મંગાવવુ થયુ મોંઘુ, જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ

જીએસટી કાઉંસિલ (GST Council) ની બેઠક ખતમ થઈ ચુકી છે. સૂત્રો તરફથી મળનારી માહિતી મુજબ, ફુડ ડિલિવરી એપ્સને 5 ટકા જીએસટીની હદમાં લાવવાની ભલામણો માની લીધી છે. આવામાં Swiggy, Zomato વગેરેમાંથી ફુડ મંગાવવુ મોંઘુ થઈ જશે  સૂત્રોનુ કહેવુ છે કે Swiggy, Zomato પર 5 ટકા જીએસટી લાગશે. બીજી બાજુ કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક્સ અને જ્યુસ પર 28 ટકા +12  ટકા જીસએસટી લાગશે. આ નિર્ણય 1` જાન્યુઆરી 2022 થી લાગૂ થશે. 
 
જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ?
 
(1) કોરોના સંબંધિત દવાઓ પર GST મુક્તિ 31 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. વસ્તુ એન્ડ સેવા કર (GST) કાઉન્સિલની 44મી બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
આ સિવાય કોરોના સંબંધિત દવાઓ અને એમ્બ્યુલન્સ સહિત અન્ય સાધનો પર પણ ટેક્સના દરમાં કાપ મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં કોવિડની રસી પર 5% જીએસટી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી દરોમાં આ ઘટાડો ડિસેમ્બર 2021 સુધી લાગુ રહેશે.

2) બાયોડિઝલ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યુ
 
(3) આયર્ન, કોપર, જિંક અને એલ્યુમિનિયમ પર GST વધારવામાં આવી.
 
આ વસ્તુઓ પણ ઘટ્યો ટેક્સ 
 
- ઓક્સિમીટર પર તે 12% થી ઘટાડીને 5% કરવામાં આવી હતી.
- હેન્ડ સેનિટાઇઝર પરનો ટેક્સ 18% થી ઘટાડીને 5% કર્યો.
- વેન્ટિલેટર પર 12% થી ઘટાડીને 5% કરવામાં આવી હતી.
- રેમડેસિવીર પર 12% થી 5% કર્યું.
- મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર 12% થી ઘટાડીને 5%.છે 
- પલ્સ ઓક્સિમીટર પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર ટેક્સ રેટ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- ઇલેક્ટ્રિક ફર્નેસ પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- તાપમાન માપવાના સાધનો પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- હાઇ-ફ્લો નેઝલ કૈનુલા ડિવાઇસ પર ટેક્સને 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- હેપરિન દવા પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
- કોવિડ ટેસ્ટિંગ કીટ પર 12% ને બદલે 5% ટેક્સ લાદવામાં આવ્યો છે.