મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (14:05 IST)

Startup ને સ્માર્ટઅપ ગ્રાન્ટસ માટે એચડીએફસી બેંકનુ આમંત્રણ, આ રીતે કરી શકો છો અરજી

એચડીએફસી બેંક, સ્માર્ટ-અપ અને વ્યક્તિગત ઉદ્યોગસાહસિકોને સ્માર્ટ-અપ ગ્રાન્ટસ માટે આમંત્રી રહી છે. બેંકની અમબ્રેલા સીએસઆર બ્રાન્ડ #Parivartan –દ્વારા અપાનાર સ્ટાર્ટ-અપ ગ્રાન્ટસનો ઉદ્દેશ લાંબા ગાળાના ટકાઉ ઉપાયો શોધીને અમલી બનાવવાનો છે કે જેથી સામાજીક મુદ્દા હલ કરી શકાય તથા દેશના આર્થિક અને સામાજીક વિકાસમાં યોગદાન આપી શકાય. બેંક આ વર્ષે શિક્ષણ-ટેકનોલોજી  (ed-tech) કૌશલ્ય વિકાસ અને અન્ય  ક્ષેત્રોમાં સામાજીક અસર પેદા કરતાં સ્ટાર્ટ-અપ્સ પસંદ કરશે. 
 
સ્ટાર્ટ-અપ્સને સ્ક્રીન, મેન્ટર અને મોનિટર કરવા એચડીએફસી બેંકે ભારત સરકારના MeitY પ્લેટફોર્મ સાથે નોંધાયેલાં ટોચનાં 9 ઈનક્યુબેટર્સ સાથે ભાગીદારી કરી છે. આ 9 ઈન્ક્યુબેટર્સ એ ટોચની સંસ્થાઓ છે અને તેમાં આઈઆઈટી-દિલ્હી, આઈઆઈટી-બીએચયુ, એઆઈસી બિમટેક-નોઈડા . આઈઆઈએમ કાશીપુર, જીયુએસઈસી-ગુજરાત, સી-કેમ્પ બેંગલોર, બનસ્થલી યુનિવર્સિટી-જયપુર, વીલગ્રો ઈન્ક્યુબેશન- ચેન્નાઈ અને ટી-હબ હૈદરાબાદનો સમાવેશ થાય છે. 
 
અરજી અને પ્રક્રિયા કઈ રીતે કરવી:
1. સામાજીક અસર પેદા કરતાં સ્ટાર્ટ-અપ્સ તેમની અરજીઓ અહીં ક્લિક કરીને મોકલી શકશે. એપ્લિકેશન વિંડો આજે ખુલે છે અને 16 ફેબ્રુઆરી, 2021 ના રોજ બંધ થશે.
2. ત્યારબાદ બેંકના ઈનક્યુબેટર પાર્ટનર્સ અને સ્માર્ટ-અપ ટીમ સંયુકતપણે સ્ટાર્ટ-અપ્સને ચકાસશે.
3. બેંક અને ઈનક્યુબેટર્સ  સંયુક્તપણે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના પ્લેટફોર્મ દ્વારા રજૂ  કરાયેલા સ્માર્ટ-અપ પોર્ટલ (MeitY’S) સુધી પહોંચીને સંપર્ક સ્થાપશે.
4. ઈન્ક્યુબેટર્સ પાર્ટનર્સ  અરજીઓ ચકાસીને તેને શોર્ટલીસ્ટ કરશે તથા સ્માર્ટઅપ ટીમ ફાયનાલીસ્ટ પસંદ કરશે. 
5. ફાયનાલિસ્ટ તેમનાં સ્ટાર્ટ અપ્સને બેંકના સિનિયર મેનેજમેન્ટની બનેલી જ્યુરી સમક્ષ મુકશે.
 
મૂલ્યાંકનના માપદંડ
1. બજાર સુધીની પહોંચ, કુશાગ્રતા અને પ્રોડકટને વિસ્તારી શકવાની ક્ષમતા 
2. લાભાર્થીઓના જીવનમાં સામાજીક અસરની તિવ્રતાનુ પ્રમાણ
3. પ્રોડકટને વિસ્તારવાની  આર્થિક અર્થક્ષમતા (viability)
 
એચડીએફસી બેંકનાં કન્ટ્રી હેડ, ગવર્નમેન્ટ, ઈકોમર્સ અને સ્ટાર્ટ-અપ્સ સ્મીતા ભગત જણાવે છે કે “સોશિયલ સેક્ટરનાં સ્ટાર્ટ-અપ્સને  સક્ષમ બનાવવા તથા તેનુ સંવર્ધન  કરવા સાથે અમે નવા દાયકાની શરૂઆત કરી છે. ઈન્ક્યુબેટર્સ સાથેની અમારી ભાગીદારી  વિજેતાઓને તેમના આઈડીયાઝ વિસ્તારવા માટે મેન્ટરશિપ પૂરી પાડશે. સોશિયલ સેક્ટરમાં કામ કરતાં એકમો કરોડો ભારતીયોનાં જીવન બદલવામાં પ્રશંસાપાત્ર  કામગીરી કરી રહ્યાં છે. સ્માર્ટ-અપ ગ્રાન્ટસ એ તેમની આ મજલને સમર્થન અને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો એક પ્રકાર છે. અમે સમાજમાં હકારાત્મક ફેરફાર લાવતા સામાજીક ઉદ્યોગસાહસિકોને ટેકો પૂરા પાડતો સ્થંભ બનવા માગીએ છીએ ”