શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2017 (15:14 IST)

IRCTCએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી

IRCTCએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી
આઈઆરસીટીસીએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી. હવે પેસેન્જર ઘરે બેઠા ઓનલાઈન કોઈપણ એકરૂપિયાનો વધુ ખર્ચ કર્યા વગર ટિકિટ બુક કરાવી શકે છે. ત્યાર બાદ જ્યારે ટિકિટ ઘરે ડિલીવર થઈ જાય ત્યાર બાદ ટિકિટની રકમ ચુકવવાની રહેશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને 600 શહેરમાં પે ઓન ડિલિવરી નામની આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.  
 
 સુવિધા માટે ચાર્જ પણ આપવો પડશે. આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુવિધા એવા લોકો માટે છે જેઓ ઓનલાઈન બુકિંગ કરાવવા માંગે છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવાથી દૂર રહે છે. આવા લોકોને ઘરે ટિકિટની ડિલિવરી કરાશે અને ત્યારે પૈસા રોકડમાં લેવામાં આવશે.  
 
 જો ટિકિટની રકમ રૂ. 5000થી ઓછી હોય તો 90 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે જ્યારે 5000થી વધુ હોય તો 120 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે. સુવિધા માટે એક વખત મુસાફરે રજિસ્ટ્રેશન કરાવી પાનકાર્ડ અથવા આધાર કાર્ડની વિગતો આપવી પડશે. ત્યાર બાદ વેબ અથવા એપથી બુકિંગ થશે.