મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 માર્ચ 2023 (15:08 IST)

Medicines Price Hike: આમાન્ય લોકોને 1 એપ્રિલથી લાગશે મોંઘવારીનો ઝટકો આ જરૂરી દવાઓની વધશે કીમત

Essential Drugs Price Hike:  મોંઘવારીની માર ઝીલી રહ્યા સામાન્ય લોકો 1 એપ્રિલથી વધુ એકાંચકો લાગશે અને હવે જરૂરી દવાઓ માટે લોકોને વધારે પૈસા ખર્ચ કરવા પડશે. એક એપ્રિલથી પેનકિલર્સથી લઈને એંટીબાયોટિક સાથે ઘણી જરૂરી દવાઓની કીમત વધશે (Essential Medicines Price Hike)સરકાર એનુઅલ હોલસેલ ઈંડેક્સમાં ફેરાફારના અનુરૂપ દવા કંપનીઓને વધારાની પરવાનગી આપવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. 
 
દવાઓની કિંમતમાં 12 ટકા સુધીનો વધારો થઈ શકે છે
મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકો માટે આ મોટો ફટકો છે. કારણ કે દવા મૂલ્સ નિયામક નેશનલ ફાર્માસ્યુટિક્સલ પ્રાઈસિંગ ઑથોરિટીએ સોમવારે કહ્યુ છે કે સરકાર દ્વારા અધિશૂચિત એનુઅલ થોક પ્રાઈઝ ઈંડેક્સમાં વાર્ષિક પરિવર્તન 2022ના આધારે દર 12.12% સુધી વધારી શકાય છે. તમને જણાવી દઈએ કે ફાર્મા કંપનીઓ લાંબા સમયથી વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને દવાઓની કિંમતમાં વધારો કરવાની માંગ કરી રહી છે. 
 
તેના આધારે ભાવમાં વધારો કરવામાં આવે છે
દવાના ભાવ નિયમનકાર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ને દર વર્ષે 1લી એપ્રિલે અથવા તે પહેલાંના પાછલા કેલેન્ડર વર્ષનો વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક સુનિશ્ચિત ફોર્મ્યુલેશનની ટોચમર્યાદા કિંમત WPI મુજબ સુધારવાની પરવાનગી છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013 ના કલમ 16 માં આ અંગેના નિયમો બનેલું છે. આ આધારે NPPA દર વર્ષે દવાઓની કિંમતોમાં સુધારો કરે છે અને નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થાય છે.