શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:40 IST)

ગુજરાત: CNGના ભાવમાં ફરી વધારો - નવા વર્ષના 9મા દિવસે મોંઘવારી માર, સીએનજીના ભાવમાં થયો વધારો

મોંઘવારીની વાતો થાય છે. મોંઘવારી આંખો સામે દેખાઈ છે.પરંતુ કોઈ બોલતું નથી, કોઈ સામે આવતું નથી, પરંતુ હવે લોકો મોંઘવારીનો ઓપ્શન શોધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં તો લોકો સસ્તા ઈંધણ તરફ એટલે કે, સીએનજી તરફ આકર્ષિત થયાં છે. પણ હવે પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે. 
 
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાતે  જ મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા થઇ ગયો છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થતાં મધ્યમવર્ગ મુસીબતમાં મુકાયો છે. 
 
આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને રૂપિયા થયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે હમણા થોડા સમય પહેલા જ સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે. હાલમાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે એવામાં ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. સતત ગેસના ભાવ વધતાં અને પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોનો મધ્યમ વર્ગને ખુબ પરેશાની થઈ રહી છે.