મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (17:22 IST)

Curcumin For Health - ઝાડાથી લઈને પેટનું ફૂલવા સુધી, હળદરમાંથી બનેલી આ એક ગોળી ઘણી સમસ્યાઓમાં છે અસરકારક

haldi upay
-  હળદરની ગોળી અનેક બીમારીમાં ઉપયોગી ઘરેલુ ઉપાય છે 
- હળદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર 
- ગોળી બનાવવાની વિધિ 
haldi upay


 Health Gujarati ૳ હળદર એક એંટીબેક્ટેરિયલ, એંટીવાયરલ, એંટીફંગલ અને એંટીઓક્સીડેંટ્થી ભરપૂર મસાલો છે. આયુર્વેદમાં આ અનેક મેડિકલ સ્થિતિઓમાં ઘરેલુ ઉપાયની જેમ વપરાય છે.  ઉલ્લેખનીય છે કે તેનુ કરક્યુમિન(curcumin), એક  એક્ટિવ એગ્રીડીએંટ છે જે અનેક સમસ્યાઓનો ઈલાજ છે.  તો આજે આપણે હળદર સાથે જોડાયેલ એક દેશી ઉપાય  વિશે વાત કરીશુ જે ખૂબ જ કારગર છે. આ ઉપાયમાં હળદરની ગોળી બનાવીને તેને અનેક બીમારીમાં ખાઈ શકાય છે. તો આવો સૌથી પહેલા જાણીએ હળદરની ગોળી બનાવવાની વિધિ અને પછી જાણીશુ કંઈ બીમારીઓમાં આને ખાવુ જોઈએ. 
 
હળદરની ગોળી કેવી રીતે બનાવવી અને ખાવી 
 
હળદરની ગોળી બનાવવા માટે કાચી હળદરને વાટીને તેમા થોડો લીમડાનો રસ મિક્સ કરીને ગોળી બનાવી લો. તમે આ હળદરની ગોળીને ગરમ પાણીમાં મિક્સ કરીને પણ બનાવી શકો છો. હવે આ ગોળીને ગરમ પાણી સાથે ખાવ. આવો જાણીએ કંઈ બીમારીમાં તેનુ સેવન કરવુ. 
 
હળદરની ગોળી ખાવાના ફાયદા 
 
ઝાડામાં હળદરની ગોળી - ડાયેરિયામાં હળદરની ગોળીનુ સેવન કરવા અનેક રીતે ઉપયોગી છે. ઉલ્લેખનીય છે કે આ ગોળીને ખાવાથી ડાયેરિયા થંભી જાય છે. વાત એ છે કે હળદર એંટીઓક્સીડેંટથી ભરપૂર છે જે આંતરડા અને પેટની ગતિને યોગ્ય કરે છે અને ડાયેરિયા રોકવામાં પણ મદદ કરે છે. 
 
પેટનું ફૂલે ત્યારે હળદરની ગોળી - હળદરની ગોળીઓનું સેવન પેટનું ફૂલવાની સ્થિતિમાં અનેક રીતે કામ કરે છે. સૌપ્રથમ, તે એંટીઈંફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર છે જે બળતરા ઘટાડે છે અને પાચન ઉત્સેચકોને પ્રોત્સાહન આપે છે. આનાથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે અને પેટમાં ભારેપણું ઓછું થાય છે.
 
પેટમાં ઈંફેક્શન થાય તો લો હળદરની ગોળીઓ 
જો તમને પેટમાં ઈંફેક્શન હોય તો તમારે હળદરની ગોળીઓ લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે  હળદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે જે પેટના ઈંફેક્શનને ઘટાડે છે અને દુખાવો અટકાવે છે. આ ઉપરાંત તે તમારા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તેથી, આ બધી સમસ્યાઓમાં તમે હળદરની ગોળીઓનું સેવન કરી શકો છો.