શું રાત્રે જમ્યા પછી ચા પીવી જોઈએ? જમ્યા પછી ચા પીવામાં આવે તો હેલ્થ પર શું અસર થાય ?
ભારતમાં ઘણા લોકોને ચા પીવાનો એટલો શોખ હોય છે કે તેમને ચા વગર તેમનો દિવસ અધૂરો લાગે છે. કેટલાક લોકો સવારે નાસ્તા પછી ચા પીવે છે, તો કેટલાક લોકો રાત્રે રાત્રે જમ્યા પછી ચા પીવે છે. શું તમે જાણો છો કે રાત્રે જમ્યા પછી ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારકસાબિત થઈ શકે છે?
તમારે લેવાના દેવા પડી શકે છે
જો તમે ભોજન કર્યા પછી તરત જ ચા પીઓ છો, તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. રાત્રે ભોજન પછી દૂધવાળી ચા પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ખાધા પછી તરત જ દૂધ અને ખાંડ ભેળવીને ચા પીવાથી પણ તમારા બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર રાત્રે રાત્રિભોજન પછી ચા ટાળવાની ભલામણ કરે છે.
સ્લીપ સાઈકલ થશે ડીસ્ટર્બ
જો તમે રાત્રે જમ્યા પછી વારંવાર ચા પીતા હોવ તો તમારા સ્લીપ સાઈકલમાં ખલેલ પહોંચી શકે છે. જો તમે સમયસર તમારી આ આદતમાં નહીં સુધારોતો તમે અનિદ્રાનો શિકાર પણ બની શકો છો. ઊંઘ સંબંધિત સમસ્યાઓથી બચવા અને રાત્રે શાંતિથી ઊંઘવા માટે, તમારે રાત્રિભોજન પછી ચા ન પીવી જોઈએ.
સમય રહતા તમારી આદતમાં સુધારી લો
રાત્રે જમ્યા પછી ચા પીવાની આદત સુધારવી એ સમજદારી છે. આ ઉપરાંત, તમારે વધુ પડતી ચા પીવાનું પણ ટાળવું જોઈએ. વધુ પડતી ચા પીવાથી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ જ કારણ છે કે તમારે મર્યાદામાં ચા પીવી જોઈએ.