સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (17:42 IST)

આ 5 કારણ બતાવે છે કે તમારા શરીરમાં પાણીની કમી છે

ગરમી હોય કે શિયાળો સારા આરોગ્ય માટે પાણી પીવુ ખૂબ જરૂરી છે. શરીરનો બે તૃતીયાંશ ભાગ પાણીથી બનેલો છે. આ બોડીમાંથી ઝેરીલા પદાર્થને બહાર કાઢવાનુ કામ કરે છે. જેનાથી બીમારીઓથી બચાવ થાય છે. તરલ પદાર્થોનુ સેવન ઓછુ કરવાથી શરીરને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ પાણીની કમી થતા તમારુ શરીર કેવા પ્રકારના સંકેત આપે છે.. 
 
1. માથાનો દુખાવો - પાણીની કમી થતા શરીરમાં ઓક્સીજન અને રક્ત પ્રવાહમાં કમી થઈ જાય છે. જેનાથી માથામાં દુખાવો થવો શરૂ થાય છે. જ્યારે કોઈ બીમારી વગર કે કારણ વગર માથાનો દુખાવો થાય ત્યારે સમજી લેવુ કે શરીરમાં પાણીની કમી છે.. 
 
2. વસ્તુઓ ભૂલવી - પાણીની કમી થવી સામાન્ય વાત નથી. અનેકવાર તેનાથી યાદગીરીમાં કમી થવી પણ શરૂ થઈ જાય છે. માથામાં પાણીની કમી થતા સમજવા વિચારવાની શક્તિ પર પણ તેની અસર પડે છે. 
 
3. થાક - સવારે ઉઠતા જ કે પછી કોઈ કામ કર્યા વગર થાકનો અનુભવ થાય તો સમજો શરીરમાં પાણીની કમીના સંકેત છે. 
 
4. બેજાન ત્વચા - ત્વચા સાથે જોડાયેલ સમસ્યા શુષ્કતા એક્ઝિમા ખીલ વગેરે જેવા લક્ષણ દેખાય તો દિવસમાં ઓછામાં ઓછા 10-12 ગ્લાસ પાણી જરૂર પીવો. આ પાણીની કમીના સંકેત હોઈ શકે છે. 
 
5. કબજિયાત - કેટલાક લોકો પેટ સ્વચ્છ ન થતા કે પછી કબજિયાતના કારણે પરેશાન રહે છે. પાણીની કમીની અસર પેટ પર પણ પડે છે.. તેનાથી પાચન ક્રિયા યોગ્ય રીતે થતી નથી તેથી જરૂરી છે કે તમે ભરપૂર પાણી પીવો..