મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 29 ઑક્ટોબર 2017 (09:10 IST)

RO વાટરથી થશે મહાકાલનો અભિષેક - સુપ્રીમ કોર્ટ

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે ભસ્મઆરતી શિવલિંગને આખા કપડાંથી ઢાંકીને કરવામાં આવી હતી અને અભિષેક માટે ROનું પાણી વાપરવામાં આવ્યું છે. પહેલા ભસ્મઆરતી માટે માત્ર શૃંગારનો ભાગ જ ઢાંકવામાં આવતો હતો.
 
મહાકાલની પૂજા કેવી રીતે થાય છે?
પૂજારી પ્રમાણે, મહાકાલેશ્વરમાં સવારે પંચામૃતથી અભિષેક થાય છે. પછી જળાભિષેક અને ભસ્મઆરતી થાય છે. રાત સુધીમાં 4 વખત અભિષેક થાય છે. શ્રદ્ધાળુઓ દિવસભરમાં ઘણી વખત અભિષેક કરે છે. ભાંગથી પણ અભિષેક કરવામાં આવે છે.
 
– શ્રદ્ધાળુઓ અડધા લીટરથી વધુ પાણી ચઢાવી શકશે નહીં.
– અભિષેકનું પાણી 2016માં બનાવવામાં આવેલ ROપ્લાન્ટથી જ લેવામાં આવે. જેનું કનેક્શન ગર્ભગૃહ પાસે આપવામાં આવશે.
– દરેક શ્રદ્ધાળુને 1.25 લી દૂધ અને પંચામૃત ચઢાવવાની મંજૂરી મળશે
– શિવલિંગ પર  માત્ર ખાંડ વપરાશે.
– ભસ્મઆરતી દરમ્યાન શિવલિંગને કોરા કપડાંથી ઢાંકવામાં આવે. પહેલા માત્ર અડધું શિવલિંગ ઢાંકવામાં આવતું હતું અને બાકીના ભાગમાં શ્રૃંગાર કરવામાં આવતો હતો.
– શિવલિંગને બચાવવા માટે ડ્રાયર અને પંખા લગાવવામાં આવે. બીલીપત્ર, ફૂલ અને પાન માત્ર ઉપરના ભાગમાં જ ચઢાવવામાં આવે.
– દરરોજ સાંજે 5 વાગ્યે જળાભિષેક બાદ ગર્ભગૃહ અને શિવલિંગને સૂકાવવામાં આવે. જેના બાદ જળાભિષેક કરવામાં આવશે નહીં.