શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 20 નવેમ્બર 2017 (13:14 IST)

Do you know - દહી છે દૂધથી વધુ પોષક

દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ કરતા જલ્દી પચી જાય છે. દૂધ કરતા દહીમાં પ્રોટીન લૈકટોઝ, કેલ્શિયમ, ફોસ્ફોરસ વગેરે અનેક વિટામિન્સ હોય છે તેથી દહીને વધુ પોષક માનવામા આવે છે.  જે લોકોને દૂધ  ન ભાવે તો તે માટે દહી એક સારો વિકલ્પ છે. 
એક શોધ દરમિયાન આહાર વિશેષજ્ઞોએ જોયુ કે દહી ને રોજ ખાવાથી આંતરડાના રોગ અને પેટની બીમારીઓ થતી નથી અને અનેક વિટામીન બનવ માંડે છે. જેનાથી જે બેક્ટેરિયા હોય છે તે લેક્ટોઝ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. 
 
- દહીને રોજ ખાવાથી આંતરડા અને પેટની બીમારીઓ થતી નથી 
- જાડાપણા પર નિયંત્રણ રહે છે. 
- દહીમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. જેનાથી હાડકા દાંત અને નખ મજબૂત થાય છે. 
- ઝાડા થાય તો દહી સાથે ઈસબગોલ અને ભાત ખાવાથી ફાયદો થાય છે. 
- બવાસીના રોગીઓ બપોરે ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં અજમો નાખીને પીવે તો લાભ થાય છે. 
- દહી અને મધને મિક્સ કરીને નાના બાળકોને ખવડાવવાથી દાંત સહેલાઈથી નીકળવા માંડે છે. 
- ગરમીની ઋતુમાં લસ્સી પીવાથી શરીરની અંદરનો તાપ શાંત થાય છે અને લૂ લાગતુ નથી. 
- વજન વધારવુ હોય તો દહીમાં કિશમિશ બદામ દરાખ મિક્સ કરીને ચાવી ચાવીને ખાવાથી લાભદાયક રહે છે.  
- ત્વચાનુ કાળાપણુ અને ખંજવાળ દૂર કરવા માટે ખાટા દહીથી શરીરની માલિશ કરવી જોઈએ. 
- વાળની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો દહીની માલિશ કરો. 
- દહીમાં જીરુ અને હિંગનો વધાર નાખીને ખાવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.  આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.