ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2023 (12:13 IST)

Diabetes ની ચપેટમાં દેશના 10 કરોડથી વધુ લોકો, જાણો કેવી રીતે તેનાથી બચી શકો છો તમે

Diabetes in India: ભારતને એક યુવાન દેશ કહેવામાં આવે છે. પરંતુ યુવાઓનો આ દેશ હવે બીમારોનો દેશ બનતો જઈ રહ્યો છે.  હા મિત્રો ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિચર્ચ  (ICMR) એ તાજેતરમાં જ એક ચોકાંવનારો ખુલાસો કર્યો છે. જેમા બતાવ્યુ છે કે ભારતમાં ડાયાબિટીજ, બ્લડ પ્રેશર, બેલી ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનો ખતરો વધતો જઈ રહ્યો છે. 
 
આટલુ જ નહી આઈસીએમઆરના મુજબ આગામી પાંચ વર્ષમાં દેશમાં ડાયાબિટીજનો બોજ ઝડપથી વધવાની શક્યતા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને રાજ્યોમાં જ્યા હાલ ડાયાબિટીજને લઈને જાગૃતતા ઓછી છે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ ના સમર્થનથી ડાયાબિટીસ સ્પેશ્યાલિસ્ટ ડો. મોહને 31 રાજ્યોના 113,000 લોકો પર એક અભ્યાસ કર્યો. જ્યારબાદ આ પરિણામ સામે આવ્યુ. 
 
યૂકે મેડિકલ જર્નલ લૈસેંટમાં પ્રકાશિત આઈસીએમઆરના એક અભ્યાસ મુજબ 2019થી 70 મિલિયન લોકોની તુલનામાં હવે ભારતમાં 1-1 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે. એક બાજુ કેટલાક વિકસિત રાજ્યોમાં આ સંખ્યા સ્થિર થઈ રહી છે તો બીજી બાજુ અન્ય રાજ્યોમાં ખતરનાક રીતે આગળ વધી રહી છે. 
 
પ્રીડાયાબિટીસનુ પણ વધી રહ્યુ છે સંકટ 
 
રિપોર્ટમાં બતાવ્યુ છે કે ઓછામાં ઓછા 136 મિલિયન લોકો કે 15.3% વસ્તીને પ્રીડાયાબિટીજ છે. જેમા ગોવા(26.4%), પોંડિચેરી (26.3%) અને કેરલ (25.5%) માં ડાયાબિટીજને લઈને જાગૃતતા જોવા મળી. આ ઉપરાંત આગામી કેટલાક વર્ષોમાં યૂપી, એમપી, બિહાર અને અરુણાચલ પ્રદેશ જેવા ઓછા જાગૃત રાજ્યોમાં ડાયાબિટીજના મામલા વિસ્ફોટક રીતે વધવાની ચેતાવણી આપવામાં આવી છે. 
 
 ડૉ. અંજના કહે છે કે જ્યારે યુપીમાં ડાયાબિટીસનો વ્યાપ 4.8% છે, જે દેશમાં સૌથી ઓછો છે, રાષ્ટ્રીય સરેરાશ 15.3%ની સરખામણીમાં 18% લોકો પ્રી-ડાયાબિટીસ છે. “યુપીમાં ડાયાબિટીસવાળા પ્રત્યેક વ્યક્તિ માટે, પ્રિડાયાબિટીસવાળા લગભગ ચાર લોકો છે. મતલબ કે આ લોકો જલ્દી જ ડાયાબિટીસના દર્દી બની જશે. અને મધ્યપ્રદેશમાં, ડાયાબિટીસવાળા પ્રત્યેક વ્યક્તિ માટે, ત્રણ પ્રિ-ડાયાબિટીસ લોકો છે."
 
પ્રિડાયાબિટીસ શું છે?
 
પ્રી-ડાયાબિટીસ એ એક ગંભીર આરોગ્ય સ્થિતિ છે જેમાં લોહીમાં શર્કરાનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ તે પ્રકાર 2 ડાયાબિટીસના તબક્કામાં આગળ વધ્યું નથી. પ્રિડાયાબિટીસ ધરાવતા 80% થી વધુ લોકો જાણતા નથી કે તેમને તે છે.
 
ક્યાક તમે પણ પ્રીડાયબેટિક થી પીડિત તો ન થી ?
 
બની શકે છે કે તમને વર્ષોથી પ્રીડાયાબિટીજ હોય પણ તેના કોઈ સ્પષ્ટ લક્ષણ ન દેખાય રહ્યા હોય તેથી ટાઈપ 2 ડાયાબિટીજ જેવી ગંભીર સ્થિતિ પર પહોંચવા સુધી મોટેભાગે તેની જાણ થતી નથી. જો કે તેના કેટલાક સામાન્ય લક્ષણ છે.  જે જોવા મળતા તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.  
 
હદથી વધુ વજન વધવુ 
ફેમિલી હિસ્ટ્રી હોવી 
અઠવાડિયામાં 3 વાર ફિજિકલી ઓછુ એક્ટિવ હોવુ  
પ્રેગનેંસી દરમિયાન ક્યારેય જેસ્ટેશનલ ડાયાબિટીજનુ હોવુ 
પૉલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ હોવુ 
 
પ્રીડાયબિટીજને ડાયાબિટીજ સુધી પહોચતા કેવી રીતે રોકવુ ? 
 
જો તમને પ્રિ-ડાયાબિટીસ હોય અને વજન વધારે હોય, તો ધીમે ધીમે વજન ઘટાડવાનો પ્રયાસ કરો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિની આદત પાડો. આ પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ એટલે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ ઝડપી વૉકિંગ અથવા અન્ય સંબંધિત પ્રવૃત્તિ. દિવસમાં માત્ર 30 મિનિટ આ કરવાથી, અઠવાડિયામાં પાંચ દિવસ ઘણું આગળ વધી શકે છે.
 
પ્રીડાયબિટીજ લોકોએ શુ ખાવુ જોઈએ ? 
પ્રીડાયબિટીજ એક વોર્નિંગ સિચુએશન છે. જે શરીરને ડાયાબિટીજની ગંભીર સ્થિતિ સુધી પહોચતા પહેલા રોકવા માટે સંકેત આપે છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં આવે તો સ્થિતિને કાબૂમાં લઈ શકાય છે.  આ દરમિયાન તમારે ડાયેટનુ થોડુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 
 
ફાઇબર રિચ ફુડ 
મધ્યસ્થતામાં કાર્બોહાઇડ્રેટ ખાઓ
ખોરાકના ભાગો પર ધ્યાન આપો
દુર્બળ માંસ અને પ્રોટીન ખાઓ
પુષ્કળ પાણી પીવો