ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (07:35 IST)

કોળું ખાવાના અમેજિંગ બેનિફિટસ જાડાપણુ ઓછુ કરવા માટે ડાઈટમાં કરી શકો છો શામેલ

કોળુનો નામ સાંભળતા જ લોકોમાં એક જુદો જ રિએકશન જોવા મળે છે. જે લોકો તેને ખાવાનુ પસંદ નથી હરતા હમેશા તેનો નામ આવતા જ મોઢુ બનાવતા નજર આવે છે. પણ તેને ખાવાના ખૂબ ફાયદા છે. કેલોરીની માત્રા ઓછા હોવાની સાથે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં બીટા કેરોટિનનો પણ ખૂબ મોટુ સ્ત્રોત છે. એક કેરોટીનૉયડ જેને તમારું શરીર વિટામિન એમાં પરિવર્તિત કરે છે. તેને ખાવાના ખૂબ ફાયદા છે આવો જાણીએ. 
 
1) કોળુમાં એન્ટીઑકિસડન્ટ આલ્ફા કેરોટિન, બીટી ક્રિપ્ટોક્સાન્થિન અને અન્ય ઘણા હોય છે, જે કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.
 
2) કોળુમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન ઇ, આયર્ન અને ફોલેટ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરી શકે છે.
 
3) કોળુમાં વિટામિન એ, લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે દ્રષ્ટિની ખોટ સામે રક્ષણ આપે છે. જે વધતી ઉંમર સાથે સામાન્ય છે.
 
4) કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકો દરરોજ કોળાના બીજનું સેવન કરી શકે છે. તેના બીજમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. કબજિયાતમાંથી પણ રાહત આપે છે.
 
5) કોળામાં હાજર ફાઇબર અને વિટામિન્સ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. તેમજ તેને ખાવાથી ત્વચા મજબૂત અને સ્વસ્થ રહે છે.