અપ્રિલના મહિનામાં દેશના અનેક સ્થાન પર હીટ વેવ એટલે કે લૂ ચાલવાના સમાચાર આવી રહ્યા છે. આવામાં કડકડતા તાપ અને લૂ થી બચવા માટે દરેક સમયે પોતાને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે. ગરમીમા બીમાર થતા બચવા માટે જરૂરી છે કે આપણે હેલ્ધી અને ઠંડા ડ્રિંક્સ આપણા ડાયેટમાં સામેલ કરીએ. ઉનાળાની ઋતુમાં વધુ પરસેવો અને ગરમીના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેના કારણે શરીરમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ થઈ શકે છે. આ રીતે, ઉનાળામાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા માટે, અહીં અમે તમને જણાવીએ છીએ કે તમારે તમારા આહારમાં કયા દેશી અને નેચરલ ડ્રિંકનો સમાવેશ કરવો જોઈએ.
ગરમીમા બેસ્ટ છે આ ડ્રિંક
કેરીનુ પનુ
જો તમને લૂ લાગે ત્યારે આમ પન્નાનું સેવન કરશો તો તમને ઘણો ફાયદો થશે. તે કાચી કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે અને તેમાં જીરું અને ફુદીનાના પાનનો સ્વાદ આવે છે. વિટામિન સી સહિત ઘણા પોષક મૂલ્યોથી ભરપૂર, આ પીણું શરીરને ઠંડક આપવા અને પાચન સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
સત્તુનુ શરબત
ઉત્તર ભારતના ઘણા ભાગોમાં, લોકો ગરમી અને લૂ થી બચવા માટે સત્તુનુ શરબત પીએ છે. તેનો ઉપયોગ પ્રોટીન પીણા તરીકે પણ થાય છે. તેમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે. તમે તેને ઘરમા જ સહેલાઈથી બનાવીને પી શકો છો.
બેલનુ શરબત
ઉનાળાની ઋતુમાં બિલિપત્રના ફળનો રસ શરીરને ઠંડક આપે છે. તે અનેક પ્રકારના પોષક તત્વોનો ભંડાર પણ છે. બેલફળના રસમાં બીટા-કેરોટીન, પ્રોટીન, રિબોફ્લેવિન, વિટામિન સી, બી1 અને બી2 સાથે કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત તે પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ફુદીનાનુ શરબત
ગરમીની ઋતુમાં તમે ફુદીનાનુ શરબત જરૂર તમારા ડાયેટમા સામેલ કરો. આ સ્વાદમાં જેટલુ જ રિફ્રેશિંગ છે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. તેમા ફોસ્ફોરસ, કેલ્શિયમ અને વિટામિન સી, ડી, ઈ અને એ જેવા પોષક તત્વો ભરપૂર છે.
શેરડીનો રસ
શેરડીનો રસ ઉનાળા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આના સેવનથી તમે હીટસ્ટ્રોકથી બચી શકો છો. તમને જણાવી દઈએ કે શેરડીના રસમાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલરી, ખાંડ અને ફાઈબર હોય છે, જે તમારા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
લીંબુ પાણી
લીંબુ પાણીને ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન માટે પરફેક્ટ પીણું કહી શકાય. તે તમને ગરમી અને પરસેવામાં તરત જ તાજગી આપે છે.
છાશ
છાશ પેટ અને શરીરને ઠંડક પહોચાડવાનુ કામ કરે છે સાથે જ આ ડાયજેશનને પણ ઠીક કરે છે. તેમા ભરપૂર માત્રામાં કેલોરી, પ્રોટીન, કાર્બ્સ, ફેટ્સ અને ખાંડ જોવા મળે છે. જે આપણને તરત જ એનર્જી આપે છે.
નારિયળ પાણી
ગરમીની ઋતુમાં એક ગ્લાસ નારિયળ પાણી તમારા હાઈડ્રેશન માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નારિયળ પાણી એકદમ નેચરલ ડ્રિંક છે. જેમા 94 ટકા પાણી જોવા મળે છે. આ ઉપરાંત તેમા કેલોરી, કાર્બ્સ અને ખાંડ તેમજ પોટેશિયમ પણ જોવા મળે છે.