ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (08:15 IST)

મોઢામાં સફેદ ચાંદા આ ગંભીર સ્થિતિના આપે છે સંકેત, જાણો અને તેને અવગણશો નહી

White mouth ulcer: તમેં  જોયું હશે કે કેટલાક લોકો પોતાના મોઢામાં થનારા ચાંદા(અલ્સર) થી પરેશાન રહે છે. નોર્મલી આપણે એવુ કહીએ છીએ કે મોઢું આવ્યું છે. પરંતુ કેટલાક લોકોને મોઢામાં ચાંદા એ બતાવે છે કે તમારું શરીર ઝડપથી બદલાઈ રહ્યું છે. સાથે જ આ એ વાતનો સંકેત છે કે તમે લાઈફસ્ટાઈલ અને આહાર સંબંધિત કમીઓનો શિકાર છો. તેમજ તમેં ખૂબ જ ખરાબ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો. તો ચાલો જાણીએ મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ.
 
 મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ - White mouth ulcer causes  
 
1. સ્ટ્રેસ - Stress
 
સ્ટ્રેસને કારણે તમારા મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ બની શકે છે.  વાસ્તવમાં જ્યારે આપણે વધુ ટેન્શન લઈએ છીએ ત્યારે શરીર એલ્કલાઈન (ક્ષારયુક્ત) બને છે અને શરીરની ગરમી વધે છે. જેને શરીર પચાવી શકતુ નથી અને તે ત્વચા અને ટીશૂઝ દ્વારા બહાર નીકળે છે. આ સફેદ ચાંદા તમને પરેશાન કરવા માંડે છે.
 
 2. એસિડીક ફૂડસ  -Acidic foods
 
એસિડીક ફૂડસ, જેવી કે ગરમ વસ્તુઓ અથવા વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ મોઢામાં સફેદ ચાંદાનું કારણ બની શકે છે. આ ઉપરાંત વધુ ઠંડા પીણા પીવાથી, ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી, મરચાં અને ગરમ મસાલાનું વધુ સેવન કરવાથી પેટ એસિડિક બને છે, જેના કારણે મોઢામાં સફેદ ચાંદા પડી જાય છે.  
 
3. વિટામિનની કમી - Vitamin Deficiency
વિટામિન B, ખાસ કરીને વિટામિન B12 ની ઉણપથી મોઢામાં સફેદ ચાંદા થઈ શકે છે. વાસ્તવમાં તે તમારી જીભ અને મોઢાને ખૂબ જ સંવેદનશીલ બનાવી દે છે, જેના કારણે મોઢામાં સફેદ ચાંદા થઈ શકે છે.
 
તેથી હવે પછી આ કારણોને અવગણશો નહીં અને વારંવાર સફેદ ચાંદા થતા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તેમજ આ કારણોને જાણીને આવું કરવાથી બચો જેથી કરીને આ સમસ્યા તમને વારંવાર પરેશાન ન કરે અને પુષ્કળ પાણી પીઓ અને પેટને ઠંડુ રાખવાનો પ્રયાસ કરો.